તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ડીસાની નર્સને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યુ

પાલનપુર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે દુષ્કર્મીને ઝડપી જેલ હવાલે કર્યો

ડીસાની એક નર્સને લગ્નની લાલચ આપી દાંતીવાડા તાલુકાના રાજકોટ ગામનો શખ્સ અપહરણ કરી ગયો હતો. અને દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી દુષ્કર્મી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતુ કે, દાંતીવાડા તાલુકાના રાજકોટ ગામનો આસુભાઇ મફાજી પરમારે બે માસ અગાઉ ડીસાની એક નર્સને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી - ફોસલાવી ફરવા લઇ જવાનું કહી અલગ - અલગ જગ્યાએ તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ.

અને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરમિયાન તેણીએ બે માસ પછી આ અંગે તેના પરિવારજનોને વાત કરતાં રવિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આસુભાઇ પરમારને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો