સેવા:ડીસાના હિંદુ યુવા સંગઠને નિ:સહાય યુવકને સિવિલમાં સારવાર અર્થે ખસેડી સ્નાન કરાવી નવા કપડાં પહેરાવ્યા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોનીબજાર હરસોલીયા વાસ પાસે બે દિવસથી અશક્ત યુવક નિરાધાર અવસ્થામાં પડ્યો હતો

ડીસા યુવા સંગઠનને સોનીબજાર હરસોલીયા વાસ નજીકથી બે દિવસથી નિ:સહાય અવસ્થામાં પડેલો યુવકને 108 દ્વારા ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી બાલ-દાઢી કરાવી સ્નાન કરાવડાવ્યું હતુ. અને નવા કપડાં પહેરાવ્યા હતા. આ જોઇ દર્દીઓના સગાઓના મોંઢામાંથી શબ્દો સરી પડ્યા હતા. અરે આ દર્દી કેવી રીતે બદલાઇ ગયો.

ડીસાના હિંદુ યુવા સંગઠનને સોની બજારની બાજુમાં આવેલ હરસોલીયા વાસ નજીકથી ઓટલા ઉપર સૂતેલો એક અશક્ત અને બિમાર અવસ્થામાં મળી આવ્યો હતો. જેના હાથ ઉપર પ્રકાશ નામનું નામ લખેલું હતુ. જેમને સંગઠનના પ્રમુખ નિતિનભાઇ સોની, ઘનશ્યામભાઈ સોની, પ્રવીણભાઇ બોરવાલ, સચિનભાઈ નાઈએ યુવકેને 108 દ્વારા સિવિલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. જેમનું સુગર ઘટી ગયું હોવાથી બાટલો ચડાવ્યો હતો. બીજા દિવસે તેને નાસ્તો કરાવી સેવાભાવી એવા સચિનભાઈ નાઈને બોલાવી બાલ દાઢી કરાવી હતી ત્યાર બાદ નવા કપડાં પહેરાવી સિવિલમાં સારવાર રૂમમાં રખાયા હતા. એમની પહેલાની સ્થિતિ લાંબા બાલ, મોટી દાઢી અને મેલા ઘેલા કપડાંના બદલે સાફ સુધરા પ્રકાશભાઇને જોઇ અન્ય દર્દીઓએ સંગઠનના કાર્યની પ્રશંસા કરી જવાબદારી પણ લીધી હતી કે, તમે આટલું કરો છો તો ચિંતા ના કરો અમે પણ આ ભાઈનું ધ્યાન રાખીશુ.

આ અંગે સિવિલ હોસ્પિટલના તબીબે જણાવ્યું કે, પ્રકાશભાઇને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...