સેવા કાર્ય:ડીસાના હિંદુ યુવા સંગઠને પુત્રના અભ્યાસ માટે મજૂરી કરતા પિતાને નવી લારી આપી

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂની લારીના ચારેય ટાયર ફૂટી ગયા હતા, પાટિયા પણ દોરડાથી બાંધ્યા હતા

ડીસામાં એક બુઝુર્ગ પોતાના પુત્રના અભ્યાસ માટે લારી ચલાવી મજૂરી કરી રહ્યા છે. જોકે, વર્ષો જૂની લારી તૂટી ગઇ હોવાથી મુશ્કેલીઓ પડતી હતી. ત્યારે ડીસાનું હિંદુ યુવા સંગઠન તેમની વ્હારે આવ્યું હતુ. જેમણે તમામ ખર્ચ ઉઠાવી નવી લારી લાવી આપી હતી. આ કાર્યની સૌએ સરાહના કરી હતી. ડીસા કચ્છી કોલોની વિસ્તારમાં રહેતા નારણદાસ લારી ચલાવી પરિવારજનોને મદદ કરતાં હતા. પુત્ર ધો. 12માં અભ્યાસ કરે છે. જેના અભ્યાસનો ખર્ચ તેમજ પરિવારના ગુજરાન માટે લારી ચલાવી રહ્યા છે.લારી તૂટી ગઇ હોવાથી મુશ્કેલી અનુભવી રહ્યા હતા.

આવા સમયે ડીસાનું હિંદુ યુવા સંગઠન તેમની વ્હારે આવ્યું હતુ, સંગઠનના પ્રમુખ નિતીનભાઇ સોનીએ જણાવ્યું કે, સાઇકલ સ્ટોરમાંથી ફોન આવ્યો હતો કે, નારણભાઇની લારી બહુજ તૂટેલી છે એમને ધંધા અર્થે લારી કરી આપો તો સારું આથી દિપકભાઈ કછવા ભગવતી જંકશન અને પ્રવીણ બોરવાલ સાથે ત્યાં જઇને જોયું તો લારી એકદમ તૂટેલી અને ચારે ટાયર ફેલ અને નકરા દોરા બાંધેલા હતા.

તેમણે કેટલીય વાર લારી રીપેર કરાવી કરાવીને થાક્યા હતા. દિવસમાં ધંધો પણ માંડ રૂ. 100 થી 150નો થતો હતો. આથી નિતીનભાઇ સોનીએ નવી લારી લાવી આપતાં ખૂશીનો પાર નહતો રહ્યો.લારીનું હનુમાનજીના મંદિરે જઈ મુહર્ત કરાવી ધંધા અર્થે પ્રસ્થાન કરાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...