વીડિયો વાયરલ:કોબ્રા સાપ સાથે ડીસાના ગુજરાતી ગાયકે વીડિયો બનાવતાં ચકચાર

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગાયક કલાકાર અર્જુન ઠાકોરે પ્રશંસા મેળવા માટે કાયદાને નેવે મૂકી સાપ સાથે મસ્તી કરી હતી.  - Divya Bhaskar
ગાયક કલાકાર અર્જુન ઠાકોરે પ્રશંસા મેળવા માટે કાયદાને નેવે મૂકી સાપ સાથે મસ્તી કરી હતી. 
  • ડીસાના ઝાબડીયા ગામના અર્જુન ઠાકોરે ગળામાં નાગ લપેટીને વિડીયો ઉતરતા વન વિભાગે તપાસ હાથ ધરી

ડીસાના ઝાબડીયા ગામના અર્જુન ઠાકોર નામના દેશી ગાયક કલાકારે કોબ્રા સાપને ગળામાં લપેટીને નાગ સાથે ગીતો ગાતા મસ્તીઓ કરી હતી અને આ વીડિયો મંગળવારે ડીસા લાખણી સહિતના ગામોમાં ભારે વાયરલ થયો હતો.

વીડિયોમાં દેખાતા કોબ્રા સાપ અતિ ઝેર ન્યુરોટોક્સિક ઝેર વાળો હોય છે. જેના ડંખથી ચેતાતંતુઓ પર સીધી અસર થાય છે.ગુજરાત સરકારના અધીનયમ 1972ના વન્ય જીવ સૃષ્ટિના કાયદા મુજબ આ સાપ રક્ષિત છે. જોકે સોશિયલ મીડિયામાં ગાયક કલાકારે પ્રશંસા મેળવા માટે કાયદાને નેવે મૂકી સાપ સાથે મસ્તી કરી હતી.

આ અંગે વિસ્તરણ રેન્જના ડીસીએફ અભય કુમાર સિંઘ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે "વીડિયો મળ્યા બાદ તપાસ અર્થે ટીમ ગામમાં ગઇ હતી. જાબડીયા ગામમાં યુવકે વિડીયો ઉતાર્યો હતો. તેનું નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...