રક્તદાનની સેવા:ડીસાના રક્તદાતાએ 199 વખત રક્તદાન કરી યુવાનોને રાહ ચિંધ્યો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રક્તક્રાંતિ ફાઉન્ડેશન સંસ્થામાં ભારતભરના યુવાનો જોડાયા

ડીસાના રક્તદાતાએ 199 વખત રક્તદાન કરી યુવાનોને નવો રાહ ચિંધ્યો છે. દેશભરમાં રક્તદાનની જાગૃતતા વધે તે માટે રક્તક્રાંતિ ફાઉન્ડેશનની રચના કરી ભારતભરના યુવાનોને તેમાં જોડ્યા છે. જેમના કાર્ય બદલ રાજસ્થાન, હરિયાણા, પંજાબ, તમિલનાડુ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, સિક્કિમ, આંધ્ર પ્રદેશ સહિતના રાજ્યો માંથી સમ્માન મળ્યું છે.

ગુજરાતના રક્ત મિત્ર તરીકે ઓળખાતા ભુપેન્દ્ર ભાઈ દવે ઘણા વર્ષોથી રક્તદાન ની જાગરૂકતા અને જરૂરત મંદ ને સમય સર બ્લડ મળી રહે તેના માટેની મુહિમ ચલાવી રહ્યા છે. તેઓ દ્વારા રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કરવા રક્ત ક્રાન્તિ ફાઉન્ડેશન ગુજરાતના નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ભારતભરના યુવાનો જોડાયેલા છે. દરેક રાજ્યમાં આ સંસ્થા દ્વારા પ્રમુખ અને મહામંત્રીની વરણી પણ કરવામાં આવી છે. ભુપેન્દ્ર દવે આ સંસ્થાના સ્થાપક અને રાષ્ટ્રિય અધ્યક્ષના પદ પર છે. ભુપેન્દ્ર દવેએ અત્યાર સુધી 199 વાર રક્તદાન કરી ચૂક્યા છે.

જે બદલ રાજસ્થાન, હરિયાણા,પંજાબ, તમિલનાડુ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, સિક્કિમ, આંધ્ર પ્રદેશ સહિતના રાજ્યોમાં સન્માન કરવામાં આવ્યું છે. ગયાજીના માનપુર ખાતે શહિદ ભગતસિંહ યુથ બ્રિગેડ ભારત દ્વારા શહીદ ભગત સિંહ રાષ્ટ્રીય સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યાં શહેરના એસ.એસ. પી. આદિત્ય કુમાર, ડી.એસ. પી. રાજીવ મિશ્રા, એરપોર્ટ ઓથોરિટીના અધિકારીગણ, તેમજ રક્ત ક્રાંતિ ફાઉન્ડેશન ગુજરાત રાજ્યના પ્રમુખ પ્રણવભાઈ દરજી, મહામંત્રી લતીફભાઈ ચંગવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્રભાઇ દવેના પુત્ર કિશન દવે પણ રક્તદાનની સેવા કરી રહ્યા છે. 18 વર્ષ પૂર્ણ થતાં તરતજ રક્તદાન કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...