તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:ડીસાના 12 વર્ષના બાળકે માતૃભાષા પર જોરદાર પક્કડ મેળવી, રાજ્યકક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો

પાલનપુર6 મહિનો પહેલા
12 વર્ષના આશ્રય સોનીએ માતૃભાષા પર પક્કડ મેળવી
  • મને વ્હાલી મારી માતૃભાષા' પર જોરદાર વક્તવ્ય આપ્યું

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક 12 વર્ષના બાળકે માતૃભાષા પર જોરદાર પક્કડ મેળવી છે. તાજેતરમાં જેસીઆઈ વડોદરા ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની માતૃભાષાની વકતૃત્વ સ્પર્ધા પર બાળકે પ્રથમ નંબર મેળવ્યો છે.

'જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ વડોદરા સંસ્કારી નગરી' સંસ્થા દ્વારા માતૃભાષાના અસ્તિત્વ માટે બાળકો વચ્ચે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જ્યારે આ વર્ષે વડોદરાથી ઓનલાઈન આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા 12 વર્ષીય આશ્રય સોની સહિત ગુજરાતમાંથી અનેક બાળકોએ ઓનલાઈન સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી બાળકોએ ભાગ લઈને માતૃભાષા ગુજરાતીમાં અભ્યાસ કરતા બાળકોની માનસિકતા કેટલી મજબૂત હોય છે તેવા વિષયો પર વકતૃત્વ આપ્યું હતું. જેમાં ડીસાના આશ્રય સોની નામના બાળકે 'મને વ્હાલી મારી માતૃભાષા' પર જોરદાર વક્તવ્ય આપતા સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે પસંદગી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...