તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદનપત્ર:ડીસા રસાણા ગામે ભારત બી.એસ.સી કોલેજ ખાતે વિદ્યાર્થીની આત્મહત્યા મામલે દોષીતોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટર અને જિલ્લા પોલીસવડાને ગજ્જર સુથાર સમાજના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું

બનાસકાંઠા જિલ્લાના ડીસા રસાણા ગામે આવેલ ભારત બી.એસ.સી કોલેજ ખાતે વિદ્યાર્થીની આત્મહત્યા મામલે આજે પાલનપુર કલેકટર કચેરી ખાતે અને પોલીસવડાની કચેરીએ પહોંચેલા ગજ્જર સુથાર સમાજના લોકોએ આવેદનપત્ર પાઠવી ન્યાનની માંગ કરી છે.

ડીસા તાલુકાના રસાણા ગામે આવેલ ભારત બી.એસ.સી.કોલેજમાં એસ.વાય બી.એસ.સી નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પરેશ સુથારને કોલેજના યુનિટ ટેસ્ટમાં ગેરરીતિ મામલે આચાર્યએ એક વર્ષ માટે સસ્પેન્ડ કરતાં અને વિદ્યાર્થીને થપ્પડ મારતાં આ વિદ્યાર્થીએ માફી માગી છતાં ટેસ્ટમાં બેસવા દીધેલ અને ત્યારબાદ આ વિદ્યાર્થીને લાગી આવતા અમદાવાદ સાબરમતી નદીના પ્રવાહમાં તેનો મૃતદેહ મળી આવ્યો હોવાનું આવેદનપત્રમાં પાઠવ્યું હતું.

આ વિદ્યાર્થીના આપઘાત મામલે આજે ગજ્જર સુથાર સમાજના લોકો મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરી અને જિલ્લા પોલીસવડા કચેરી પહોચ્યા હતા અને લેખિતમાં આવેદનપત્ર પાઠવી દોષીતોને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...