તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસનો પ્રયાસ:કોરોનાને અટકાવવા ડીસા પોલીસે ગાંધીગીરીનો માર્ગ અપનાવ્યો, વાહન ચાલકો અને રાહદારીઓને માસ્ક વિતરણ કર્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • લોકોમાં જાગૃતિ લાવવા માટે પોલીસનો પ્રયાસ
  • પોલીસે લોકોને ફરજિયાત માસ્ક પહેરવા માટે સલાહ આપી

બનાસકાંઠા જિલ્લામાં સતત કોરોના કેસો સામે આવી રહ્યાં છે. ત્યારે ડીસા ઉત્તર પોલીસે કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે ગાંધીગીરીનો માર્ગ અપનાવ્યો છે. ડીસા ઉત્તર પોલીસએ રાહદારી અને વાહનચાલકોને માસ્ક આપી તે ફરજીયાત પહેરવા માટે સલાહ આપી હતી.

પાલનપુર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ફરીથી કોરોનાએ માથું ઊંચક્યું છે. દરરોજ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ડીસા ઉત્તર પોલીસ દ્વારા ગાંધીગીરીનો માર્ગ અપનાવી કોરોનાના સંક્રમણને અટકાવવા પ્રયાસ કરાયો છે.

ખાસ કરીને લોકો હજુ પણ માસ્ક પહેરતા નથી અને આ બેદરકારીના કારણે પોલીસ અને પ્રજા વચ્ચે ઘણીવાર ઘર્ષણ થતું હોય છે. ત્યારે ડીસા ઉત્તર પોલીસે આજે શહેરના મુખ્ય માર્ગો પર ફરી ફરીને માસ્ક વગર ફરતા લોકોને, રાહદારીઓ અને વાહનચાલકોને માસ્કનું વિતરણ કર્યું હતું. તેમજ ફરજિયાત માસ્ક પહેરવા માટે સલાહ આપી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. જો દરેક લોકો ફરજિયાત માસ્ક પહેરે તો ચોક્કસ આ વૈશ્વિક મહામારી કોરોના પર કાબૂ મેળવી શકાય તેમ ડીસા ઉત્તર પોલીસની ટીમે લોકોને માહિતગાર કર્યા હતા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો