સામાન્ય સભા:ડીસા નગરપાલિકાની સાધારણ સભા ગણતરીની મિનિટમાં પૂર્ણ, વિકાસના કામોમાં ગેર રીતિ થઈ હોવાના વિપક્ષે કર્યા આક્ષેપ

પાલનપુરએક મહિનો પહેલા
  • વિકાસના કામમાં ગેરરીતિ મુદ્દે ચર્ચા કરતા પાલિકાના અધ્યક્ષે સાધારણ સભા પૂર્ણ જાહેર કરી
  • સાધારણ સભા ગણતરીની મિનિટોમાં પૂર્ણ કરવામાં આવતા વિપક્ષમાં રોષ

ડીસા નગરપાલિકામાં સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, સાધારણ સભામાં અધ્યક્ષ દ્વારા વિકાસના કામો રજૂ કરે તે પહેલા વિપક્ષ દ્વારા વિકાસના કામોમાં ગેર રીતિ થઈ હોવાના આક્ષેપો સાથે સવાલો કરતા સાધારણ સભાના અધ્યક્ષે નગરપાલિકાની સાધારણ સભા ગણતરીની મિનિટમાં પૂર્ણ જાહેર કરી હતી. જેને લઈ વિપક્ષમાં રોષ જોવા મળ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં વેપારીમથક ગણાતું ડીસા શહેરમાં નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા છે. ત્યારે વિકાસના કામોને લઈ જ્યારે પણ સાધારણ સભા યોજાય છે ત્યારે અનેકવાર આ સાધારણ સભા વિવાદમાં રહે છે.

આજે શનિવારે ડીસા નગરપાલિકા ખાતે નગરપાલિકાના પ્રમુખ રાજુ ઠક્કરના અધ્યક્ષતામાં સાધારણ સભા યોજાઈ હતી. જેમાં અધ્યક્ષ દ્વારા ડીસા શહેરમાં અનેક વિકાસના કામો થયા હોવાના તેમજ વિકાસના કામો કરવા બાબતે જાહેરાત કરી હતી. જોકે, વિપક્ષ દ્વારા ભાજપ શાસિત નગરપાલિકાએ કરેલા વિકાસના કામોમાં અનેક ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારે નગરપાલિકા અધ્યક્ષ રાજુ ઠક્કર દ્વારા ગણતરીની મિનિટોમાં સાધારણ સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. જેથી વિપક્ષમાં રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...