અવસાન:ડીસા માર્કેટયાર્ડના ડીરેક્ટર નાગજીભાઈ દેસાઈનું હાર્ટ એટેકથી નિધન, ગામમાં શોકની લાગણી છવાઈ

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંતિમ યાત્રામાં રાજકીય, સહકારી અને સામાજીક આગેવાનો સહિતના લોકો જોડાયા
  • નાગજીભાઈ દેસાઈ દામા ગામના સરપંચ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પણ રહી ચુક્યાં છે

ડીસાના દામા ગામના અને ડીસા માર્કેટયાર્ડના ડીરેક્ટર નાગજીભાઈ દેસાઈનું શુક્રવારે મોડી રાતે હાર્ટ એટેકથી નિધન થયું છે. ત્યારે રબારી સમાજે એક હોનહાર આગેવાન ગુમાવ્યા છે. આજે શનિવારે તેમની અંતિમ યાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ડીસા તાલુકાના દામા ગામના પૂર્વ સરપંચ, જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને ડીસા માર્કેટયાર્ડના ડીરેકટર, રબારી ગોપાલક છાત્રાલય ડીસાના ટ્રસ્ટી તેમજ રબારી સમાજના મોભી આગેવાન નાગજીભાઇ માધાભાઈ દેસાઈ (ખટઃણા)નું શુક્રવારે મોડી રાતે હૃદય રોગનો હુમલો (હાર્ટ એટેક) આવતા અવસાન થયું હતું. નાગજીભાઈ ખટાણા દેવલોક પામ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં દામા ખાતે રાજકીય, સામાજીક અને સહકારી આગેવાનો સહિત રબારી સમાજના લોકો પહોંચી ગયા હતાં.

નાગજીભાઈ દેસાઈની અંતિમ યાત્રામાં ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજી દેસાઈ સહિત આગેવાનો જોડાયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, નાગજીભાઈ દેસાઈ સરપંચના હુલામણા નામથી ઓળખાતા હતાં. તેમજ તેઓના મિલનસાર સ્વભાવના લીધે રબારી સમાજ સહિત આસપાસના ગામોમાં પણ શોકની લાગણી છવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...