તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો,આજે કોરોના નવા 199 કેસ નોંધાયા

પાલનપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં સૌથી વધુ પાલનપુરમાં 86 અને ડીસામાં 81 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લામાં કોરોનાના કેસમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો હતો. આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર 86 અને ડીસામાં 81 કોરોના પોઝિટિવ કેસ સહિત જિલ્લામાં નવા કુલ 199 કેસો નોંધાયા હતા.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 20 દિવસથી કોરોનાનું સંક્રમણ ખુબજ વધી ગયું હતું. જોકે, તંત્રના યથાગ મહેનત તેમજ જિલ્લામાં અનેક શહેરો અને ગામો સ્વયંભૂ બંધ પાળવામાં આવતા જિલ્લામાં હાલ કોરોના સંક્રમણ ધીમે ધીમે ઘટતું હોય તેવું લાગી રહ્યું છે .

આજે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ 199 નોંધાયા હતા. જોકે, તાલુકા ની વાત કરવામાં આવે તો અમીરગઢમાં ત્રણ, દાંતીવાડામાં બે, ધાનેરામાં ચાર, લાખણીમાં 13, સુઈગામમાં એક, થરાદમાં સાત, વાવમાં બે, પાલનપુરમાં 86 અને ડીસામાં 81 સહિત જિલ્લામાં 199 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.

ત્યારે આરોગ્ય વિભાગ હજુ પણ લોકોને સાવચેત રહેવા અને સરકારી ગાઈડલાઈનનો અમલ કરવા સલાહ આપી રહ્યું છે. જેથી આવનારા સમયમાં આ કોના પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો