તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોની હાલત કફોડી:બનાસકાંઠા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરો, થરાદ બાદ ધાનેરાના ધારાસભ્યની મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના દરેક તાલુકાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી લોકોએ રોજગારી મળે તેવી વ્યવસ્થા કરવા માગ કરી

બનાસકાંઠા જીલ્લામાં ચાલુ વર્ષે નહિવત વરસાદને પગલે પશુપાલકો અને ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા થરાદ ધારાસભ્ય બાદ ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલે ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહીવત વરસાદને કારણે ખેડૂતોની પરિસ્થિતિ વિકટ બની છે. પશુધનને પાળવા પણ મુશ્કેલ બન્યા છે. થોડા દિવસ પહેલા થરાદ ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપૂતે મુખ્યમંત્રીને પત્ર લખી જિલ્લાને અછત ગ્રસ્ત જાહેર કરવા પત્ર લખી માંગ કરી હતી. આજે ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી જિલ્લાના દરેક તાલુકાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા પત્ર લખ્યો છે.

બનાસકાંઠાના દરેક તાલુકા મથકે રાહતદરે ઘાસ ચારા માટે ડેપો ખોલાવવા, ધાનેરાા દાંતીવાડા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા હોવાથી ટેન્કરો મારફતે સમયસર પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી, આ બન્ને તાલુકામાં પુરતા પ્રમાણમાં વોલ્ટેજ વીજળી પૂરી પાડવી જેથી ખેડુતોની બોરની મોટરો બળી જાય છે, તેની સમસ્યામાંથી મુક્તિ મળે,બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી લોકોને રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. બનાસકાંઠા જિલ્લામાં પૂરતા પ્રમાણમાં વરસાદ ના હોવાથી દુષ્કાળની પરિસ્થિતિના કારણે ખેડૂતોને ખેતી થઈ નથી, તો ખેડૂતોના દેવા માફ કરવા અને વગર વ્યાજ ની ખેડૂતોને લૉન આપવી, જિલ્લામાં નહિવત વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ છે, જેને લઈ ખેડૂતોના વીજ બિલ માફ કરવા જેવા અનેક પ્રશ્નનો લખી ધાનેરા ધારાસભ્ય નાથાભાઇ પટેલે મુખ્યમંત્રી ને પત્ર લખી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...