તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ:ખદ ઘટના:ડીસા નગરપાલિકા વોર્ડ નંબર એકના કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિનું નિધન

બનાકાંઠા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બંને કિડનીઓ ફેલ થઇ જતા છેલ્લા ઘણા સમયથી હતા સારવાર હેઠળ
 • શુક્રવારે પાટણની ધારપુર બેઠકના મહિલા ઉમેદવારના પતિનું થયું હતું અવસાન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની ગઈકાલે અંતિમ હતી. જ્યારે ડીસા નગરપાલિકા વોર્ડ નંબર એકના કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રીબેન ઠાકોરના પતિ નરસિંહભાઇનું દુ:ખદ અવસાન થયું છે. નરસિંહભાઇની બંને કિડનીઓ ફેલ થઇ જતાં છેલ્લા ઘણા સમયથી તેઓ સારવાર હેઠળ હતા. જ્યારે આજે વહેલી સવારે તેમનું અવસાન થયું છે.

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં થયું નિધન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ, કોંગ્રેસ, આપ પાર્ટી તેમજ અપક્ષોએ ઉમેદવારી નોંધાવી ચૂંટણીના મહાજંગની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેવામાં ડીસા નગરપાલિકા વોર્ડ નંબર એકના મહિલા ઉમેદવાર રાજશ્રીબેન ઠાકોરના પતિ નરસીહભાઇ ઠાકોર નું દુઃખદ અવસાન થયું છે. નરસિંહભાઈ ઠાકોરની બંને કિડની ફેલ થઇ જતા તેઓ છેલ્લા ઘણા સમયથી સારવાર હેઠળ હતા. જ્યારે આજે વહેલી સવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા નરસિંહભાઈ ઠાકોર નું દુઃખદ અવસાન થયું છે.

કોંગ્રેસ છાવણીમાં શોકનો માહોલ
ડીસાના ઈન્દિરાનગર વિસ્તારની અંદર ઠાકોર સમાજના અગ્રણી અને અગાઉ બે વખત અપક્ષમાંથી ચૂંટણી લડીને જીતેલા નરસિંહભાઈ ઠાકોરના આકસ્મિક અવસાનથી ઠાકોર સમાજ સહિત કોંગ્રેસ છાવણીમાં શોકનો માહોલ છવાયો છે.

શુક્રવારે ધારપુર બેઠકના મહિલા ઉમેદવારના પતિનું થયું હતું અવસાન
પાટણ તાલુકા પંચાયતની ધારપુર બેઠકના મહિલા ઉમેદવારના પતિનું શુક્રવારે સાંજે ચૂંટણી પ્રચાર દરમિયાન હૃદય રોગના હુમલાથી મોત થયું હતું. પાટણ તાલુકા પંચાયતની ધારપુર બેઠક પર કોંગ્રેસે હાજીપુર ગામના સવિતાબેન ગંભીરજી ઠાકોરની ઉમેદવાર તરીકે પસંદગી કરી હોવાથી શુક્રવારે સાંજે સવિતાબેનના પતિ ગંભીરજી ધુડાજી ઠાકોર ચૂંટણી પ્રચાર માટે તેમના સમર્થકો સાથે ધારપુર ગામે ગયા હતા. તે વખતે અચાનક તેમની તબિયત લથડતા તેમને ગભરામણ થવા લાગી હતી. તાત્કાલિક સારવાર માટે ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા પરંતુ તેમનું મોત થયું હતું. બાદમાં શનિવારે ધારપુર બેઠક પર સવિતાબેન ગંભીરજી ઠાકોરનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો