તપાસ:પાલનપુરમાંથી મળી આવેલી અજાણી મહિલાનું મોત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર રેલવે સ્ટેશનની હદમાંથી મળી આવેલી અજાણી મહિલાનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતુ. જેના વાલીવારસોએ પાલનપુર રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે. રેલવે પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું કે, સોમવારે એક અજાણી મહિલા બિમારાવસ્થામાં મળી હતી.

જેને 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાઇ હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતુ. મહિલા પાતળા બાંધાની છે. શરીર ઉપર લાલ કલરનું બ્લાઉઝ, લીલા કલરની મોટા ફૂલની ડિઝાઇનવાળી સાડી અને લીલા કલરનો ચણીયો પહેર્યો છે. જેના વાલીવારસોએ પાલનપુર રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...