તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવદયા પ્રેમીઓમાં આક્રોશ:પાલનપુરની ડમ્પિંગસાઇટ પર 10 દિવસમાં 5 ગાયોનાં મોત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લાસ્ટિક અને કચરો આરોગતી ગાયોને બચાવવા યુવાનો આગળ આવ્યા
  • 100 પૂળા ઘાસ નાખી મરતી ગાયોને બચાવવાનો પ્રયાસ

પાલનપુરમાં માલણ દરવાજા વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઇટ પર 10 દિવસમાં 5 ગાયોના મોત નિપજતક જીવદયા પ્રેમીઓમાં કચવાટ સાથે આક્રોશ વ્યાપી ગયો છે. 30 થી 40 ફૂટ ઊંચા ઢગલા પર પ્લાસ્ટિક અને જેવો તેવો કચરો આરોગતી ગાયોને બચાવવા શહેરના યુવાનો આગળ આવ્યા છે. આ યુવાનોએ રોજ સવારે ડંપિંગ સાઇટ આગળ 100 પૂળા ઘાસ નાખી ગાયોને બચાવી લેવાનો પ્રયાસ કર્યો છે. યુવાનોએ જણાવ્યું કે "30 દિવસ સુધી ઘાસ નાખી તેમને કચરો ન ખાવા પ્રયાસ કરવામાં આવશે."

પાલનપુરમાં માલણ દરવાજા વિસ્તાર પાસેની ડમ્પિંગ સાઇટ પર છેલ્લા એક સપ્તાહમાં 5 ગાયોના મોત નિપજી જતા જીવદયા પ્રેમીઓમાં અનુકમ્પા જાગી હતી. સેવા ભાવનાથી જોડાયેલા કાર્યકરોએ જણાવ્યું હતું કે "100 કરતા વધુ ગાયો રોજ પ્લાસ્ટિક અને ગંદો કચરો આરોગીને પેટ ભરે છે. અવાર નવાર કચરો ખાવાથી મોત પણ થતા હોય છે. હમણાં એક સપ્તાહમાં 5 ગાયો મોતને ભેટી ગઈ છે. આ વિસ્તારમાં આવતી ગાયો કચરો ખાવાનું છોડી લીલો ઘાસચારો મળે તે હેતુથી ગ્રુપના સહયોગી મિત્રો દ્વારા 30 દિવસ ગાયોને લીલો ઘાસચારો આપવામાં આવશે.

આ કાર્યમાં ઠાકોરદાસ ખત્રી, રાજુભાઈ પરમાર, અશોકભાઈ પઢિયાર અને જયેશભાઈ સોની સતત દેખરેખ રાખશે. સેવાભાવી જયેશ સોનીએ જણાવ્યું હતું કે " કોઈ મિત્રોને ગાયોને ઘાસચારો આપવો હોય તો જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપનો સંપર્ક કરવો. અમે આજે 100 પુળા ઘાસના ગાયોને આપ્યા છે. જેમાં યુવાનો આવી આ સેવા કાર્યમાં જોડાઈ શકે છે. હાલ અમે 30 દિવસ આ કાર્ય ચલાવીશું જે બાદ લોકો સ્વયંભૂ આ કાર્ય આગળ વધારે અને ગાયોને મરતા બચાવે એવો અમારો શુદ્ધ આશય છે. "

અન્ય સમાચારો પણ છે...