• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Daughters' Application To Take Action Against The Doctor Responsible For Father's Death In December, Applied To The Collector, The Collector Provided Assistance Of Rs.

રજૂઆત:ડીસામાં પિતાના મોત મુદ્દે જવાબદાર તબીબ સામે કાર્યવાહી કરવા દીકરીઓની રજૂઆત, કલેકટરને આવેદન આપ્યું, કલેકટરે ૩૩ હજારની સહાય આપી

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસાના મારવાડી મોચીવાસમાં રહેતા પ્રકાશભાઇ સોલંકીને સારવારના અભાવે મોત નીપજતાં પરિવાર નોંધારો બન્યો છે. બુધવારે પ્રકાશભાઇની ત્રણ બાળકીઓએ પાલનપુર કલેકટર કચેરી તેમજ પોલીસ વડાની કચેરીએ પહોંચી પિતાના મૃત્યુમાં જવાબદાર ડીસાના બે ખાનગી તબીબો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી તેમનું તબીબી લાઇસન્સ રદ કરવાની માંગ ઉચ્ચારી હતી. નિરાધાર બનેલી બાળકીઓની હાલત જોતાં કલેકટર સંદિપ સાંગલેએ પોતાના ભથ્થામાંથી ત્રણેય દીકરીઓને રૂ.11-11 હજાર મળી કુલ રૂ.33  હજારની સહાય આપી હતી. અને મૃતક પ્રકાશભાઇના પત્નીને તમામ સરકારી સહાય મળી રહે તેવી વ્યવસ્થા કરી જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેવી સાંત્વના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...