તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ગાય આડી આવતાં બાઇક પરથી પડી જતાં પુત્રીનું મોત

પાલનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરના ખસા ગામથી પિતા પુત્રીને સ્વસ્તિક હાઇસ્કૂલમાં મુકવા જતાં હતા

પાલનપુર તાલુકાના ખસા ગામથી શહેરની સ્વસ્તિક હાઇસ્કૂલમાં ગુરૂવારે વહેલી સવારે બાઇક ઉપર આવતાં પિતા- પુત્રીને સધીમાંના મંદિર નજીક ગાય આડી આવતાં અકસ્માત નડ્યો હતો.જેમાં પુત્રી રોડ પર પટકાતાં પિતાની નજર સામે મોત નિપજતાં અરેરાટી પ્રસરી હતી. પાલનપુર ગઠામણ રોડ ઉપર સધીમાંના મંદિર નજીક ગુરૂવારે સવારે બાઇક ઉપરથી પટકાતાં એક છાત્રાનું કરૂણ મોત નિપજ્યું હતુ.

આ અંગે પાલનપુરની સ્વસ્તિક હાઇસ્કૂલના આચાર્ય મણીભાઇ મેવાડાએ જણાવ્યું હતું કે, પાલનપુર તાલુકાના ખસા ગામની રીતુબેન લખુભાઇ ઇલાસરીયા સ્વસ્તિક ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી હતી. જે અભ્યાસમાં તેજસ્વી હતી. દરમિયાન ગુરૂવારે વહેલી સવારે તેના પિતા લખુભાઇ ખસા ગામેથી બાઇક ઉપર બેસાડી સ્કુલમાં મુકવા માટે આવતા હતા.

ત્યારે સધીમાંના મંદિર નજીક ધુમ્મસભર્યા વાતાવરણમાં ગાય ન દેખાતાં બાઇક ગાય સાથે અથડાયું હતુ. જેમાં રીતુબેન બાઇક ઉપરથી ફંગોળાઇ રોડ ઉપર પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત થયું હતુ.

અન્ય સમાચારો પણ છે...