ઓનલાઈન તાલીમ:દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ખેતપેદાશોમાં લણણી પછીના વ્યવસ્થાપન વિષય ઉપર ઓનલાઈન તાલીમ યોજાઇ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુ-ટ્યુબના માધ્યમથી યોજાયેલી આ તાલીમનો 92 જેટલા ખેડૂતમિત્રોએ લાભ લીધો
  • ખેડૂત મિત્રો સાથે વાર્તાલા૫ કરી તેમને મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ કરવામાં આવ્યું

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ખેતપેદાશોમાં 'લણણી પછીનું વ્યવસ્થાપન' વિષય ઉપર ઓનલાઈન ખેડૂત તાલીમનું આયોજન યુ-ટ્યુબના માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ તાલીમનો 92 ખેડૂતમિત્રોએ લાભ લીધો હતો. તાલીમની શરૂઆતમાં ડો.કે.એસ.પટેલ, મદદ.પ્રાદ્યાપક, કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર, વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીએ સૌને આવકારી તાલીમનું મહત્વ સમજાવી જણાવ્યું હતું કે, ફળ-શાકભાજી પાકો ટૂંકા સમયમાં વધુ ઉત્પાદન મેળવી આર્થિક વળતર આપતા હોવાથી ખેડૂતોને સતત માર્ગદર્શન મળી રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ખેત પેદાશોમાં લણણી પછીના વ્યવસ્થાપનમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ ઉપર સમજણ આપી હતી.

આ તાલીમમાં વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. પી.ટી.પટેલે જણાવ્યું હતું કે, લણણી પછીની ફળ-શાકભાજી પાકોના પેદાશોને યોગ્ય માવજત આપી ગ્રેડિંગ, પેકીંગ, મૂલ્યવર્ધન,પાક પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી, પરિવહન અને સંગ્રહની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવીને તેનું યોગ્ય તાંત્રીકતા હેઠળ વહન કરવા માટે આનુસાંગિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવામાં આવે તો તેનાથી ખેતપેદાશોનું થતું નુકશાન ઘટાડી શકાય. ઉપરાંત ઉચ્ચ ગુણવત્તા જાળવી ઊંચા ભાવ મેળવી વધુ સારી આવક મેળવી શકાય છે. તદ્દઉપરાંત ગુણવત્તા વાળી ખેતપેદાશોના નિકાસથી સારા ભાવ મેળવી ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય.

આ તાલીમમાં ખેડૂતોને યુનિવર્સિટીના એન.ડી.જોષીએ ખેતપેદાશોમાં લણણી પછીના વ્યવસ્થાપન વિષે ફળ-શાકભાજી પાકોનો પેદાશોને યોગ્ય માવજત આપી સંગ્રહની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, પાક મૂલ્યવર્ધન પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી, પેકીંગ, ગ્રેડિંગ અને પરીવહન વગેરે મુદ્દાઓ ઉપર વિસ્તૃતમાં સમજણ આપી હતી. અંતમાં ખેડૂત મિત્રો સાથે વાર્તાલા૫ કરી તેમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું તેમ વિસ્તરણ શિક્ષણ નિયામકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...