આઝાદી કા અમૃત મહોત્સવ:દાંતીવાડા BSF બટાલિયન દ્વારા કૃષિ યુનિવર્સિટીમાં ડેર ડેવિડ શોનું આયોજન કરાયું

પાલનપુરએક મહિનો પહેલા
  • યુનિવર્સિટીમાં BSFના મહિલા અને પુરુષ જવાનોએ બાઇક ઉપર સ્ટંટ કર્યા
  • લોકોમાં દેશ પ્રત્યે પ્રેમની ભાવના જાગે અને નવી પેઢીને પ્રોત્સાહિત કરી શકે તે માટે કાર્યક્રમ યોજાયો

સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પુરા થવાના અવસર ઉપર આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત બુધવારે દાંતીવાડા BSF બટાલિયન દ્વારા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પરિસરમાં દાંતીવાડા BSFના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા મોટર સાયકલના સ્ટંટ કરનારા પુરુષ અને મહિલા જવાનો દ્વારા હેરતઅંગેજ કરતબો કરવામાં આવ્યાં હતા.

મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાંજ્યાં તમામ લોકોએ જવાનોના સ્ટંટને બિરદાવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, જોખમી સ્ટંટ કરીને દેશ દાજ પ્રગટ કરનારા જવાનો ગણતંત્ર દિવસ ઉપર દિલ્હીના રાજપથ ઉપર પણ પોતાના સ્ટંટ બતાવી ચુક્યા છે. આ ડેર ડેવીલ શોના કારણે લોકોમાં દેશ પ્રત્યે પ્રેમની ભાવના જાગે અને નવી પેઢીને પ્રોત્સાહિત કરી શકે તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં BSFના અધિકારીઓ તેમજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...