કોંગ્રેસના દાંતા ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડીએ મુખ્યમંત્રીને ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઇ પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં ગ્રામીણ વિસ્તારમાં કે અન્ય ડિઝાઇન અનુસાર ઘર બનાવવા તેમજ પતરાવાળું બાંધકામ માન્ય રાખવા અને પરિપત્રોમાંની બંને શરતો રદ કરાવા અથવા તેમાં ફેરફાર કરવા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતા કોંગ્રેસ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત વર્ષ 2020-21 અન્વયે બનાવવામાં આવનારા આવાસોની કામગીરીનું આયોજન અને અસરકારક અમલીકરણ સમય મર્યાદામાં અને પારદર્શિતા મુજબ થાય તે માટે ગ્રામ વિકાસ કચેરીના કમિશ્નર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્રની શરત નંબર 6 મુજબ લાભાર્થીઓને નિયત કરેલ ટાઈપ ડિઝાઇનમાંથી પસંદ કરેલી ટાઇપોલોજી ડિઝાઇન અનુસાર ઘર બનાવવાનું રહેશે અને શરત નંબર 7માં પતરાની છતવાળુ બાંધકામ માન્ય ગણવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે.
જેથી તેમણે પત્રમાં જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તાર માટે આ શરતોમાં ફેરફાર કરવા કે રદ કરવાની જરૂરીયાત જણાય છે. ગ્રામીણ વિસ્તારમાં લાભાર્થીને નિયત કરેલા ટાઈપ ડિઝાઇનના બદલે અન્ય ડિઝાઇન અનુસાર ઘર બનાવવા છૂટ આપવી જોઈએ અને પતરાની છાંટવાળું બાંધકામ પણ માન્ય ગણવું જોઈએ. ગ્રામીણ નાગરિકોના હિતમાં સરકાર કક્ષાએ યોગ્ય નિર્ણય કરી પરિપત્રની શરત નંબર 6 અને 7માં સુધારો કરવા અન્યથા આ બંને શરત રદ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પત્ર લખી રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.