નુકસાન:કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતાં જુવાર સહિત ઘાસચારાને નુકસાન

ગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગઢ પંથકમાં જુવારના પાકોમાં પાણી ભરાઇ જવાથી નુકશાન કર્યું છે. - Divya Bhaskar
ગઢ પંથકમાં જુવારના પાકોમાં પાણી ભરાઇ જવાથી નુકશાન કર્યું છે.
  • જુવારનું સૌથી વધુ ઉત્પાદન કરતાં ગઢ પંથકના ખેડૂતો બેહાલ બન્યા

પાલનપુર તાલુકાના ગઢ પંથકનાં ખેડૂતો મોટા પાયે જુવારનું વાવેતર કરીને ઉત્પાદન મેળવતાં હોય છે. ત્યારે પંથકમાં કમોસમી વરસાદ થતાં ખેતરો પાણીથી ભરાઇ જતાં જુવાર સહિત ઘાસચારને નુકસાન થતાં ખેડૂતોને માથે આભ તૂટી પડ્યું હતું. પાલનપુર તાલુકામાં સૌથી વધુ ગઢ પંથકના ખેડૂતો જુવારનું વાવેતર કરીને ઉત્પાદન મેળવી તેનાં પૂળાનું મોટેપાયે વેચાણ કરીને જીવન નિર્વાહ કરતાં હોય છે. પરંતુ કમોસમી પડેલ માવઠાએ આ વિસ્તારના ખેડૂતોને બેહાલ બનાવી દીધા છે.

અવિરત ત્રણ દિવસ સુધી વરસેલા વરસાદથી ગઢ પંથકમાં જુવારનું વાવેતર સહિત ઘાસચારો બગડી ગયો છે. આ અંગે ગઢનાં ખેડૂત મેઘરાજભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘કમોસમી વરસાદથી અમારા ખેતરોમાં વાવેલ જુવારના પાકોમાં પાણી ભરાઇ જવાથી મસમોટું નુકશાન કર્યું છે. જુવાર તો બગડી જ ગઈ છે.

ખેતરોમાં વાવેલ ઉભી જુવાર હાલ નીચે પડી ગઈ છે અને કાપણી કરેલ જુવારમાં પાણી ભરાઈ જવાથી પૂળા પણ બગડી ગયાં છે. સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક પેકેજ જાહેર કરી મદદ કરવા અમો અપીલ કરીએ છીએ.ગઢનાં ખેડૂત મગનભાઈ ભૂટકાએ જણાવ્યું હતું કે ‘કમોસમી વરસાદે ખેડૂતોની કેડ ભાંગી નાખી છે. ઉભેલી જુવાર તેમજ કાપણી કરેલ પાક પણ બગડી ગયો છે. એરંડા સહિત રાયડાના પાકને પણ પચાસ ટકા જેવું નુકશાન થયું છે.’

અન્ય સમાચારો પણ છે...