તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છુટકારો:પપ્પાએ મમ્મીને ઘરમાં પૂરી દીધી છે,181 પહોંચી તો જાણવા મળ્યું, પુત્રવધૂ સાસુ પર ત્રાસ ગુજારતી હતી

પાલનપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સસરાના નિધન પછી બે પુત્રવધૂ સાસુને ભોજન આપતી ન હતી

ધાનેરા તાલુકાના એક ગામની દીકરીએ કોલ કરી કહ્યુ હતુ કે, પપ્પાએ મમ્મીને ઘરમાં પુરી દીધી છે. જ્યાં પહો_ચેલી 181ની ટીમને જાણવા મળ્યું હતુ કે, સસરાના નિધનને હજુ ત્રણ માસ જ થયા હતા. ત્યાં બે પુત્રવધૂઓ તેમની 80 વર્ષની સાસુને ભોજન ન આપી ઘરકામ કરાવતાં હતા. આથી બંને પુત્રવધૂ તેમજ પરિવારજનોને સમજાવી વૃધ્ધાને ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી.

ધાનેરા તાલુકાના એક ગામમાં પુત્રવધૂઓના ત્રાસમાંથી એક વૃધ્ધાને મુક્તિ અપાવવામાં આવી હતી. બનાસકાંઠા 181 અભિયમના કાઉન્સેલર લક્ષ્મીબેન સોલંકીએ જણાવ્યું હતુ કે, એક દીકરીનો કોલ આવ્યો હતો કે, પપ્પાએ મમ્મીને ઘરમાં પુરી દીધી છે. આથી મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન મહેતા સાથે સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે સાચી હકિકત એ સામે હતી કે, રાજસ્થાનમાં રહેતા વૃધ્ધ અને વૃધ્ધા પૈકી ત્રણ માસ અગાઉ વૃધ્ધનું નિધન થતાં 80 વર્ષના માજીને બે પુત્રો ઘરે લઇ આવ્યા હતા.

જોકે, તેમની બંને પત્નીઓ સાસુમાની સેવા કરવાના બદલે બે ટાઇમ ભોજન ન આપી ઘર કામ કરાવતાં હતા. આ મુદ્દે ઝઘડો થતાં એક પુત્રવધુને તેના પતિએ ઘરમાં પુરી મારમાર્યો હતો. બંને પુત્રવધુ તેમજ પરિવારજનોને સમજાવી વૃધ્ધાને ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી. જ્યાં સાસુમાને પ્રેમથી ભોજન પીરસ્યુ હતુ. આ ઉપરાંત પિતા દીકરીને કોલેજનો ઉચ્ચ અભ્યાસ કરાવવા માટે રોકતા હોઇ તેમને પણ સમજાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...