તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:પપ્પા, ગરીબ દીકરી રક્ષણ કેવી રીતે કરશે ? સાંભળી પિતાનું હ્રદય દ્રવી ઊઠ્યું અને સુરક્ષા યજ્ઞ શરૂ કર્યો

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલનપુરના કરાટે ટ્રેનર દ્વારા 250 દીકરીઓને નિઃશુલ્ક તાલીમ આપી

પપ્પા ગરીબ દીકરીને કોઇ હેરાન કરતું હોય તો તે કેવી રીતે પોતાનું રક્ષણ કરી શકે ? નવ વર્ષની દીકરીના મુખેથી નીકળેલા આ વાક્યો સાંભળી કરાટે ટ્રેનર પિતાનું હ્રદય દ્રવી ઉઠ્યું હતુ. અને દર રવિવારે આવી ગરીબ પરિવારની દીકરીઓને વિનામૂલ્યે આત્મ રક્ષણ માટે વિનામૂલ્યે સુરક્ષા યજ્ઞ શરૂ કરી 250થી વધુ દીકરીઓને કરાટે, જુદાજુદા હથિયાર ચલાવવા સહિતની તાલીમ આપી રહ્યા છે.

પાલનપુરના જયેશભાઇ શિવરામભાઇ પ્રજાપતિ શિફટદાન બ્લેક બેલ્ટ નોર્થ ગુજરાતના સિનિયર કોચ છે. અને હાલ શહેરની વિદ્યામંદિરમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેમના કલાસ થકી યુવાનો કરાટેમાં રાષ્ટ્રીયકક્ષાએ મેડલ પ્રાપ્ત કર્યા છે. જેઓ છેલ્લા બે માસથી કરાટે પરિવાર નિઃશુલ્ક હથિયાર અને સેલ્ફ ડિફેન્સ તાલીમ શિબિર થકી શહેરમાં રહેતા ગરીબ પરિવારની દીકરીઓને વિનામૂલ્યે સુરક્ષાની તાલીમ આપી રહ્યા છે.

આ અંગે જયેશભાઇએ જણાવ્યું હતુ કે, કલાસમાં હું કરાટેથી કેવી રીતે સ્વરક્ષણ કરી શકાય તેની માહિતી આપતો હતો. ત્યારે ધોરણ 4માં અભ્યાસ કરતી મારી દીકરી જીલ પ્રજાપતિ (ઉ.વ. 9)એ પ્રશ્ન કર્યો હતો. પપ્પા કોઇ ગરીબ દીકરીને કોઇ હેરાન કરતું હોય તો તે પોતાનું સ્વરક્ષણ કેવી રીતે કરી શકે? દીકરીના મુખેથી નીકળેલું આ વાક્ય હ્રદય ઉપર અસર કરી ગયું હતુ. અને આવા ગરીબ પરિવારની દીકરીઓ માટે છેલ્લા બે માસથી દર રવિવારે ટાઇમ ફાળવી હું જાતે જ સ્વરક્ષણની તાલીમ આપી રહ્યો છુ. અત્યારે શહેરની હાઇવે નજીક આવેલી સોસાયટીઓ બાલાજી, આમ્રપાલી, લક્ષમણ ટેકરી, બ્રાહ્મણવાસ સહિતની આવી 250થી વધુ દીકરીઓ કરાટે ઉપરાંત વિવિધ હથિયાર ચલાવવાની તાલીમ લઇ રહી છે. આ મુહિમ શહેરની ઝૂંપડપટ્ટીની દીકરીઓ સુધી લઈ જવી છે. જો કોઈ સેવાભાવી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દીકરીઓને દર રવિવારે એકત્ર કરે તો તેમને પણ વિના મૂલ્યે તાલીમ આપવા કટિબદ્ધ છીએ.

પરિવાર નિઃશુલ્ક હથિયાર અને સેલ્ફ ડિફેન્સ તાલીમ શિબિર થકી શહેરમાં રહેતા ગરીબ પરિવારની દીકરીઓને વિનામૂલ્યે સુરક્ષાની તાલીમ આપી રહ્યા છે. આ અંગે જયેશભાઇએ જણાવ્યું હતુ કે, કલાસમાં હું કરાટેથી કેવી રીતે સ્વરક્ષણ કરી શકાય તેની માહિતી આપતો હતો. ત્યારે ધોરણ 4માં અભ્યાસ કરતી મારી દીકરી જીલ પ્રજાપતિ (ઉ.વ. 9)એ પ્રશ્ન કર્યો હતો. પપ્પા કોઇ ગરીબ દીકરીને કોઇ હેરાન કરતું હોય તો તે પોતાનું સ્વરક્ષણ કેવી રીતે કરી શકે? દીકરીના મુખેથી નીકળેલું આ વાક્ય હ્રદય ઉપર અસર કરી ગયું હતુ. અને આવા ગરીબ પરિવારની દીકરીઓ માટે છેલ્લા બે માસથી દર રવિવારે ટાઇમ ફાળવી હું જાતે જ સ્વરક્ષણની તાલીમ આપી રહ્યો છુ. અત્યારે શહેરની હાઇવે નજીક આવેલી સોસાયટીઓ બાલાજી, આમ્રપાલી, લક્ષમણ ટેકરી, બ્રાહ્મણવાસ સહિતની આવી 250થી વધુ દીકરીઓ કરાટે ઉપરાંત વિવિધ હથિયાર ચલાવવાની તાલીમ લઇ રહી છે. આ મુહિમ શહેરની ઝૂંપડપટ્ટીની દીકરીઓ સુધી લઈ જવી છે. જો કોઈ સેવાભાવી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દીકરીઓને દર રવિવારે એકત્ર કરે તો તેમને પણ વિના મૂલ્યે તાલીમ આપવા કટિબદ્ધ છીએ.

તમામ સાધનો પણ સ્વખર્ચેે આપે છે
જયેશભાઇ શહેરની વિવિધ સોસાયટીઓમાં રહેતા ગરીબ પરિવારની દીકરીઓને તલવાર, લાકડી, નાનાચાકું, આઇકાર્ડ, દુપટ્ટો, માથામાં નાંખવાની હેરપીનની મદદથી કેવી રીતે સ્વરક્ષણ કરી શકાય તે માટેના પાઠ શિખવી રહ્યા છે. આ તમામ સાધનો પોતાના સ્વખર્ચે દીકરીઓને પુરા પાડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો