માઉન્ટ આબુમાં ગુજરાતીઓના ધામા:ગુજરાતમાં 5 દિવસની રજાના કારણે માઉન્ટ આબુમાં જોવા મળી ભીડ, ટોલ બ્લોક પર વાહનોની લાંબી કતારો

પાલનપુર23 દિવસ પહેલા
  • પ્રશાસને શહેરમાં પાર્કિંગ માટે વધારાની વ્યવસ્થા કરી
  • શહેરના પોલો ગ્રાઉન્ડ અને બસ સ્ટેન્ડ પર પેઇડ પાર્કિંગની વ્યવસ્થા

દિવાળીની બમ્પર સિઝન શરૂ થઈ ગઈ હોવાથી રાજ્યના તમામ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ ફરવાની મજા માણતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે માઉન્ટ આબુમાં પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. માઉન્ટ આબુમાં પ્રવાસીઓ હજારોની સંખ્યામાં દિવાળીની રજાઓ માણવા પહોંચ્યા હતા, આવી સ્થિતિમાં માઉન્ટ આબુના તમામ પર્યટન સ્થળો પ્રવાસીઓની અવરજવરથી ગુંજી ઉઠેલા જોવા મળ્યા હતા.

પ્રવાસીઓ આ સુંદર કુદરતથી ભરપૂર સ્થળની મજા લેતા જોવા મળ્યા હતા. માઉન્ટ આબુમાં શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે પ્રવાસની મજા માણતા પ્રવાસીઓ માટે વહીવટીતંત્ર દ્વારા શહેરમાં પાર્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા કરવામાં પણ કરવામાં આવી છે. પર્યટકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે બીજી ઘણી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેના અંતર્ગત શહેરના પોલો ગ્રાઉન્ડ અને બસ સ્ટેન્ડ પર પેઇડ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...