ગ્રામપંચાયતનું પરિણામ:બનાસકાંઠા જિલ્લામાં ગ્રામપંચાયત ચૂંટણીની મત ગણતરી, અમીરગઢમાં સરપંચ પદે સાવિત્રીબેન શર્મા વિજેતા જાહેર​​​​​​​

બનાસકાંઠાએક મહિનો પહેલા
  • સરપંચ પદના ઉમેદવારના જીવ જીતની આશાએ અધ્ધર તાલે

બનાસકાંઠા જિલ્લામાં આજે 530 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી થઈ ગઈ છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરાઇ છે અને પરિણામ આવતા જ સાંજ સુધીમાં તમામ ગામોને તેમના નવા સરપંચ અને સભ્યો મળી જશે.

અમીરગઢના માનપુરિયા ગામે સરપંચ પદે શંકરભાઈ ગોલવાણી વિજેતા

બનાસકાંઠાના અમીરગઢમાં સરપંચ પદે સાવિત્રીબેન શર્મા વિજેતા જાહેર
​​​​​​​થરાદના દાંતિયા ગામે સરપંચ પદે મોંઘીબેન સવજીભાઇ પટેલ વિજેતા
થરાદના વળાદર ગામે સરપંચ પદે જવારસિંહ અગરસિંહ ચૌહાણ વિજેતા
થરાદના લોઢનોર ગામે સરપંચ પદે પટેલ નરબતાભાઇ દેવસીભાઇ વિજેતા
દાંતીવાડાના રામનગર ગામે સરપંચ પદે ભૈરવસિંહ અજમલસિંહ વિજેતા
અમીરગઢના બાલુન્દ્રા ગામે સરપંચ પદે પ્રકાશભાઈ શંકરભાઈ વિજેતા
દાંતીવાડાના ભાડલી જોરાપુરા ગામે સરપંચ પદે માલીબેન કલ્યાણ ભાઈ દેસાઈ વિજેતા
દાંતીવાડાના રામસીડા ગામે સરપંચ પદે અમરતજી હજુરજી ઠાકોરવિજેતા

થરાદના લોઢનોર ગામના વિજેતા સરપંચ નરબતાભાઇ દેવસીભાઇ પટેલ
થરાદના લોઢનોર ગામના વિજેતા સરપંચ નરબતાભાઇ દેવસીભાઇ પટેલ

દાંતીવાડાના ડાંગીયા ગામે સરપંચ પદે તસ્લીમ બાનું ઘાસુરા વિજેતા
​​​​​​​પાલનપુરના કુશકલ ગામે સરપંચ પદે રમેશભાઈ જુદાળ વિજેતા
અમીરગઢના કરઝા ગામે સરપંચ પદે કમલાબા બચુસિંહ ચૌહાણ વિજેતા
પાલનપુરના લાલાવાડા ગામે સરપંચ પદે હરેશભાઈ વાગડા વિજેતા
પાલનપુરના હોડા ગામે સરપંચ પદે તારા બેન મોઘજી ભાઈ જૂડાલ વિજેતા
અમીરગઢના ગઢડા ગામે સરપંચ પદે રેશમીબેન ધ્રાંગી વિજેતા
​​​​​​​દાંતીવાડાના ઝાત ગામે સરપંચ પદે નર્મદાબેન અચલાજી રાજગોર વિજેતા
​​​​​​​ધાનેરાના ધાખા ગામે ધારાસભ્યની ભત્રીજા વહુ સરપચ પદે વિજેતા
ધાખા ગામે સરપચ પદ માટેની ચૂંટણી ધારાસભ્ય નાથાભાઇ પટેલ માટે જંગ સમાન હતી
વર્તમાન સરપંચ ઉમેદવાર સામે જતુબેન પટેલનો 407 મતથી વિજય
ધાખા ગ્રામ પચાયતમાં પાંચ ઉમેદવાર માટે હતી કાંટાની ટક્કર સમાન
​​​​​​​

બનાસકાંઠા જિલ્લાની 530 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા સવારે 9 વાગ્યે શરૂ થઈ ગઈ છે. જિલ્લામાં કુલ 14 તાલુકા સ્થળો પર આ મતગણતરી પ્રક્રિયા શરૂ કરાઇ છે. જેમાં 1482 જેટલા કર્મચારીઓ મતગણતરી પ્રક્રિયામાં જોડાયા છે.

બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 79.36 ટકા મતદાન થયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી શરૂ થાય તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ સ્થળોએ માસ્ક સાથે કર્મચારીઓ અને ગણતરી એજન્ટો મતગણતરી પ્રક્રિયા શરૂ થઇ છે. સાંજ સુધીમાં પરિણામ આવતાં જ તમામ ગામોને પોતાના નવા સરપંચ અને સભ્યો મળી જશે. પરિણામ બાદ કોઈ ગામમાં કે કોઈ જગ્યાએ ધમાલ ન થાય અને શાંતિ ન ડહોળાય તે માટે પણ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.

અન્ય સમાચારો પણ છે...