તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પાલનપુર સિવિલના આઇસોલેશન વોર્ડની સંડાસની ગ્રીલ વાળી કોરોનાગ્રસ્ત કેદી ફરાર

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુર સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી કેદી સંડાસની બારીની ગ્રીલના સળિયા વાળી ફરાર થઈ ગયો હતો. - Divya Bhaskar
પાલનપુર સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી કેદી સંડાસની બારીની ગ્રીલના સળિયા વાળી ફરાર થઈ ગયો હતો.
  • બાટલા ચઢાવવાના સ્ટેન્ડની મદદથી સળીયા વાળ્યા અને ચાદરો બાંધી નીચે ઉતર્યો, અમીરગઢ પોલીસે બે માસ અગાઉ રાજસ્થાનથી ટ્રાન્સફર વોરંટથી લાવી પાલનપુર સબજેલમાં મોકલ્યો હતો

પાલનપુર સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કોરોનાની સારવાર લઇ રહેલો અમીરગઢ પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગૂનાનો આરોપી રવિવારે વહેલી સવારેઆઇસોલેશન વોર્ડના સંડાસની બારીના સળીયા વાળી ફરાર થઇ ગયો હતો. જેને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.આરોપી ભાગી જતાં પોલીસબેડામાં દોડધામ મચી ગઈ છે.

પાલનપુર સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી રવિવારે વહેલી સવારે એક કોરોના પોઝિટિવ આરોપી ફરાર થઇ જતાં પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અમીરગઢ પોલીસ મથકે નોંધાયેલી ચોરીના ગૂનાનો આરોપી ઇસ્માઇલખાન મેરાજખાન સુમારા (ઉ.વ.22)ને પાલનપુર સબજેલમાં લાવવા આવ્યો હતો. જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં પાલનપુર સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે લવાયો હતો. જ્યાં રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યે આઇસોલેશન વોર્ડના સંડાસમાં ગયો હતો. અને સંડાસની બારીની ગ્રીલના સળીયા વાળી બહાર નીકળી નાસી છુટ્યો હતો.

સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયેલો આરોપી અગાઉ રાજસ્થાનમાં ઝડપાયો હતો. જેણે અમીરગઢની ચોરીની કબુલાત કરતાં અમીરગઢ પોલીસે બે માસ અગાઉ ટ્રાન્સફર વોરંટથી લાવ્યો હતો. અને કોર્ટના આદેશ મુજબ પાલનપુર સબ જેલમાં રાખવામાં આવ્યો હતો.

25 ફૂટ ઉંચેથી ચાદરો બાંધી નીચે ઉતર્યો
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કેદીને જે રૂમમાં રાખવામાં આવ્યો હતો. તે આઇસોલેશન વોર્ડ બીજા માળે આવેલો છે. જ્યાં કેદી ઇસ્માઇલખાન મેરાજખાન સુમારાએ બાટલા ચઢાવવાના આઇ. વી. સ્ટેન્ડનો ઉપયોગ કરી બારીની ગ્રીલના સળીયા વાળી બહાર નીકળ્યો હતો. અને પલંગની ચાદરો એકબીજા સાથે બાંધી 25 ફૂટ નીચે ઉતરી નાસી ગયો હતો.

રૂમને બહારથી તાળુ મારેલું હતુ
કોરોના પોઝિટિવ આરોપીને 10 ડિસેમ્બર 2020થી આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. જોકે, કોરોના ચેપી રોગ હોવાથી અંદર જવાની મનાઇ હોવાથી રૂમને બહારથી તાળુ મારેલું હતુ. અને પોલીસ કાચની બારીમાંથી આરોપી ઉપર નજર રાખતી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો