તકેદારી:મતદાન મથકો પર કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવાશે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3300 થર્મલ ગન, 17લાખ હેન્ડ ગ્લોઝ, 4140 પીપીઇ કીટ,આરોગ્યની કીટ મતદાન મથકો ઉપર પહોંચાડાઈ

કોરોના મહામારીના સંભવિત ખતરાને ધ્યાને લઇ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તકેદારી રાખવાના ભાગરૂપે જિલ્લાના મતદાન મથકો પર કોરોના કીટ પહોંચાડી દેવાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં રવિવારે ગ્રામ પંચાયત ચુંટણીને લઇ મતદાનની પ્રક્રિયા સવારના 7:00 થી સાંજના 06:00 સુધી ચાલશે. મતદાનની કામગીરીને લઇ 9865 જેટલો સ્ટાફ ફરજ બજાવશે.

સાથે સાથે મતદાન કરવા આવનારા મતદારો તેમજ કર્મચારીઓની આરોગ્યની તકેદારી પણ ચૂંટણી પંચ દ્વારા દાખવવામાં આવી છે. જે અંગેની વિગતો આપતાં ચૂંટણીપંચના સૂત્રોએ જણાવ્યું હતું કે "વૈશ્વિક મહામારી કોરોનાની તકેદારીના ભાગરૂપે જિલ્લામાં કોરોના સંરક્ષણ કીટ તમામ મતદાન મથકો પર પહોંચાડી છે જેમાં થર્મલ ગન 3300, ફેસ શિલ્ડ 55000, થ્રી લેયર માસ્ક 3,13, 000, N95 માસ્ક 55,000, હેન્ડ ગ્લોઝ 17,65,000, સેનેટાઈઝર બોટલ 19,000 , હેન્ડવૉશ 5500, પીપીઇ કીટ 4140, બાયોમેડિકલ વેસ્ટ બેગ 2070નો સમાવેશ થાય છે. "

અન્ય સમાચારો પણ છે...