કોરોના અપડેટ:બનાસકાંઠામાં 83 દિવસ પછી કોરોનાની એન્ટ્રી

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગની ટીમના ગામમાં ધામા, સંપર્કમાં આવેલા 35 વ્યક્તિઓના સેમ્પલ લેવાયા, તમામ નેગેટિવ
  • થરાદના​​​​​​​ ખોરડામાં 11 વર્ષિય કિશોર પોઝિટિવ

જિલ્લામાં રવિવારે થરાદ તાલુકાના ખોરડા ગામે 11 વર્ષિય કિશોરનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છ.83 દિવસ પછી પુન: કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમે ખોરડા ગામે લોકોના સેમ્પલ સહિતની કામગીરી હાથ ધરી છે.

તાવ, શરદી, માથાના દુ:ખાવાના કેસો વચ્ચે થરાદ તાલુકાના ખોરડા ગામે 11 વર્ષિય કિશોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે.સૂત્રોએ જણાવ્યું હતુ કે, ખોરડા ગામેથી 25 જેટલા એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક 11 વર્ષિય કિશોરનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.આ કિશોરને શરદી-ખાંસી અને તાવ જેવાં લક્ષણો જણાયા ન હતા છતાં પણ રૂટિન ટેસ્ટ કરતાં તેમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

કિશોરે શહેર કે ગામનો પ્રવાસ પણ કર્યો નથી
ખોરડા ગામે કિશોરનો કોરોના પોઝિટિવ આવ્યો છે તેની આરોગ્ય વિભાગે ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરી હતી. જેમાં તે ખેતરમાં જ રહે છે. છેલ્લા 14 દિવસ દરમિયાન તેણે કોઇ શહેર કે ગામનો પ્રવાસ પણ કર્યો નથી.

સંપર્કમાં આવેલા 35 વ્યકિતઓના સેમ્પલ નેગેટિવ
ખોરડા ગામે કિશોરનો એન્ટિજન કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ગામમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યાં કિશોરના સંપર્કમાં આવેલા 35 વ્યકિતઓના એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે તમામ નેગેટિવ છે. દરમિયાન કિશોર હવે પછી કોઇના સંપર્કમાં ન આવે તે માટે આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ જોન જાહેર કરવામાં આવશે.: ડો. એન. કે. ગર્ગ (જિલ્લા એપેડેમિક અધિકારી, બનાસકાંઠા)

સલામતિ એજ સાવચેતી: માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ રાખવા અપીલ
ગુજરાતભરમાં કોરોનાના નવા કેસો નોંધાઇ રહ્યા છે. જ્યાં બનાસકાંઠા જિલ્લામાં પણ શરૂઆત થઇ છે. ત્યારે જિલ્લાવાસીઓએ ત્રીજી લહેરથી બચવું હોય તો માસ્ક, સોશિયલ ડિસ્ટન્ટસ સહિત કોવિડના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

બનાસકાંઠામાં 23 ઓગષ્ટે છેલ્લો પોઝિટિવ કેસ નોંધાયો હતો
બનાસકાંઠા જીલ્લામાં સાડા ત્રણ માસ અગાઉ 23 ઓગષ્ટે કોરોના પોઝિટિવનો છેલ્લો દર્દી નોંધાયો હતો. જે પછી એક પણ કોરોના કેસ નોંધાયો નથી. કે કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત પણ થયું નથી. દરમિયાન 83 દિવસ પછી જિલ્લામાં કોરોનાએ દસ્તક દીધી છે.જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે તંત્ર પણ પ્રયાસો કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...