કોરોના વોરીયર્સ / લાખણીના ખેડુતની બે દીકરીઓ કોરોના વોરીયર્સ

Corona Warriors, two daughters of a Lakhni farmer
X
Corona Warriors, two daughters of a Lakhni farmer

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

પાલનપુર.  બનાસકાંઠા જિલ્લાના લાખણી ગામે રહેતા શારદાબેન અને માનસુંગભાઈ પરમાર ખેતી કરી પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનોમાં પાંચ દીકરીઓ અને બે દિકરા છે.જેમાં મોટી દિકરી ભાવનાબેને પી.ટી.સી.,બી.એ.એમ.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને અત્યારે અમદાવાદ ખાતે પોલીસમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે નાની દિકરી જીનલબેને બી.આર.સી. એમ.એસ.ડબ્લ્યુ.નો અભ્યાસ પૂર્ણ કરી પાલનપુર ખાતે 181 મહિલા અભયમમાં કાઉન્સિલર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આબંને બહેનોએ જણાવ્યું હતું કે, ‘અમને અમારા માતા-પિતા ઉપર ગર્વ છે કે, તેમણે અનેક મુસીબતો અને કષ્ટ વેઠીને પણ અમને ઉચ્ચ અભ્યાસ કરાવી આજે સમાજમાં અમને મોભાદાર સ્થાન અપાવ્યું છે. અમે સમાજ અને દેશ સેવા થકી તેમનું ઋણ ચૂકવી તેઓએ સેવેલા સપના સાકાર કરીશું.’

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી