ઝુંબેશ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠામાં કોરોના વેક્સિનેશન મહાઅભિયાન હાથ ધરાયું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 704 જેટલા કેન્દ્રો પર 1500 જેટલા આરોગ્યકર્મીઓ રસીકરણની કામગીરીમાં જોડાયા
  • જિલ્લામાં અત્યાર સુધી 19 લાખથી વધુ લોકોએ રસી લીધી

બનાસકાંઠા જિલ્લામાં કોરોના રસીકરણ પુરજોશમાં ચાલી રહ્યું છે. લોકોની જાગૃતિ અને આરોગ્યકર્મીઓની સઘન મહેનતથી જિલ્લામાં અત્યાર સુધી 19 લાખથી વધુ લોકોને કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કોરોના વેક્સિનેશન માટે મહાઅભિયાન હાથ ધરાયુ છે.

એક જ દિવસમાં 1.92 લાખ જેટલા લોકોને કોરોનાની રસી આપશેજેમાં સવારે 7 વાગ્યાથી સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સબસેન્ટરો અને સબ ડિસ્ટ્રીક હોસ્પિટલો સહિત 704 જેટલા કેન્દ્રો પર 1500 જેટલા આરોગ્યકર્મીઓ રસીકરણની કામગીરીમાં જોડાયા હતા. જે એક જ દિવસમાં 1.92 લાખ જેટલા લોકોને કોરોનાની રસી આપશે,

આ મહાઅભિયાનમાં મહેસુલ, પંચાયત, આરોગ્ય, આંગણવાડી સહિત વિવિધ કચેરીઓના કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...