કોરોનાવાઈરસ:બનાસકાંઠામાં કોરોના બેકાબુ: 98 કેસ,1 મોત, હાલમાં 509 કેસ એક્ટિવ

પાલનપુર-વાવએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક દિવસમાં 98 કેસ આવતાં જિલ્લામાં કોરોના આંકડો 1985એ પહોંચ્યો,મોતનો આંક 53 એ પહોંચ્યો
  • જિલ્લામાં પહેલી વાર ગૃહ વિભાગ દ્વારા એક સાથે 174 વિસ્તારો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા

બનાસકાંઠા જિલ્લામાં 19 જુલાઇએ એક દિવસમાં 42 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. ત્યારબાદ ગુરુવારે કોરોનાનો બોમ્બ જિલ્લામાં ફૂટતાં એક દિવસમાં નવા 98 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ 1નું મોત નિપજ્યું હતું. આમ ઘણા દિવસ બાદ 98 કેસ પોઝિટિવ આવતાં તંત્ર હરકતમાં આવી ગયું છે. ઉપરાંત જિલ્લામાં પહેલી વાર એક સાથે ગૃહ વિભાગ દ્વારા 174 વિસ્તારો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા છે.

બનાસકાંઠા જિલ્લામાં 19 જુલાઇએ 42 કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ દિવસેને દિવસે કોરોના કેસો આવતાં હતા પરંતુ કોરોના વાયરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુરુવારે કોરોનાનો બોમ્બ ફૂટતાં એક જ દિવસમાં 98 કેસ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે. જેમાં કોવિડ હોસ્પિટલમાં એકનું મોત નિપજ્યું છે. આમ જિલ્લામાં મૃત્યુ 53એ પહોંચ્યો છે. જ્યારે પોઝિટિવ આંક પણ 1985એ પહોંચી ગયો છે. જે તંત્ર માટે પણ ચિંતાનો વિષય છે. જ્યારે વાવ તાલુકાના ચાંદરવા ગામે અને ભાટવરગામે એક-એક પોઝિટિવ કેસ આવ્યાનું વાવ તાલુકા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં અને પાલનપુર શહેરના જુદા જુદા વિસ્તારો મળી પહેલી વાર એક સાથે 174 વિસ્તારો કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં 98 કેસ એકસાથે પોઝિટિવ આવતા આરોગ્યવિભાગે પ્રાઇવેટ સિટીસ્કેન હોસ્પિટલમાં આવતા ડેટાના આધારે ન નોંધાયેલા સંક્રમિત દર્દીઓની વિગતો મેળવી તેમના વિસ્તારોમાં સર્વે કામગીરી હાથ ધરી હોવાનું આરોગ્યના સૂત્રોએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 96,805 સેમ્પલ લેવામાં આવ્યા જેમાં 94,407ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 1985 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.અત્યાર સુધીમાં જિલ્લામાં 53 લોકોના કોરોનાથી મોત નીપજી ચુક્યા છે. જેમાં અત્યાર સુધીમાં 1753 દર્દી કોરોના મ્હાત આપતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલમાં એક્ટીવ 509 કેસ છે

15 ઓક્ટો સુધી બનાસકાંઠા જિલ્લાના નવા 174 વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટ ઝોન
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ડીસા સહિત તમામ તાલુકાઓમાં કોરોનાનું સંક્રમણ પહોંચ્યું છે. જેમાં સૌથી વધારે પાલનપુર શહેર અને ડીસા શહેર વિસ્તારના જુદા જુદા વોર્ડમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળતા આરોગ્ય વિભાગના સર્વેના આધારે જુદા જુદા વિસ્તારોમાં માઈક્રો કન્ટેનઇમેન્ટ જાહેર કરાયા છે. જેમાં 15 ઓક્ટો સુધી જિલ્લાના નવા 174 વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટ રહેશે.

પાલનપુર શહેરની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર
છેલ્લા કેટલાક દિવસોથી પાલનપુર શહેરી વિસ્તારમાં સંક્રમણ વધતા મોટાભાગના તબીબો હવે સીટી સ્કેન સેન્ટરમાં દર્દીનું સીટીસ્કેન કરાવી કોરોનાની ઘર બેઠા જ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે.

રાજસ્થાનથી દર્દીઓ પાલનપુર આવીને કોરોનાની ટ્રીટમેન્ટ લે છે.
રાજસ્થાન મા આરોગ્યની બહેતર સુવિધાઓ ન હોવાથી મોટાભાગના કોરોના સંક્રમિત દર્દીઓ પાલનપુર શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે. શહેરમાં આવેલા પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ તબીબો હવે કોરોના કેસોને હળવાશથી લઈને 7 દિવસની દવા લખી હોમ આઇસોલેશની સલાહ આપે છે.

અન્ય સમાચારો પણ છે...