તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં કોરોના હાંફ્યો, આજે જિલ્લામાં ફક્ત 4 કેસ

પાલનપુર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 14 તાલુકામાંથી 10 તાલુકામાં એકપણ કેસ નહીં

બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઇ તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં 14 તાલુકાઓ માંથી ચાર તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના મહામારીની બીજી વેવેમાં કોરોનાનું સંક્રમણ તેજીથી વધી રહ્યું હતું જિલ્લામાં પ્રતિદિન અઢીસોથી ત્રણસો કોરોના પોઝિટિવ કેસ સામે આવતા હતા ત્યારે હવે કોરોના સંક્રમણ ઘટતા જિલ્લામાં આજે માત્ર ચાર કેસ નોંધાયા છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના ની બીજી વેવમાં કોરોના નું સંક્રમણ તેથી વધતા તંત્ર અને વેપારીઓ દ્વારા જિલ્લાના અનેક શહેરો અને ગામો સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યા હતા. જેથી કરી કોરોના સંક્રમણ તોડી શકાય જોકે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોમાં સદંતરે ઘટાડો જોવામાં મળી રહ્યો છે આજે જિલ્લામાં 14 તાલુકામાં ઓ માંથી માત્ર 4 તાલુકાઓમાં 4 કોરોના પોજોટીવ કેશ નોંધાયા છે. આજે દાંતામાં 01 ધાનરેમાં 01 વડગામમાં 01 પાલનપુરમાં 01 કેસ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...