તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં કોરોના હાંફ્યો, આજે એકપણ કેસ નહીં

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા એક પણ કેસ ન નોંધાતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો

બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમા ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લઇ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે જિલ્લામાં કોરોનાની બીજી વેવમાં પ્રતિદિન અઢીસોથી ત્રણસો કોરોના પોઝિટિવ કેસ સામે આવતા હતા જોકે અત્યારે કોરોના પોઝિટિવ કેસોમાં સદંતરે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી.

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની બીજી વેવમાં કોરોના સંક્રમણ નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો હતો. જેને લઇ તંત્ર અને વેપારીઓ દ્વારા જિલ્લાના અનેક શહેરો અને ગામો સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યા હતા, જેથી કરી કોરોના સંક્રમણની ચેન તોડી શકાય, જોકે હાલમાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આજે એક પણ કોરોના પોઝિટિવ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...