તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારી અને લૉકડાઉન દરમિયાન ઉત્તર ગુજરાતમાં જીવનના અનેક રૂપરંગ જોવા મળ્યા. શરૂઆતમાં કોરાનાનું નામ પડતાં જ લોકો પાસે જવાનું ટાળતા, તેવા સમયે ડૉક્ટરો સહિત મેડિકલ સ્ટાફ દેવદૂત બનીને સેવારત રહ્યો. પરિણામ એ આવ્યું કે, અનેક લોકોને નવજીવન મળ્યું. તો એવી અનેક જિંદગી જોવા મળી, જેણે સંઘર્ષ અને મક્કમ મનોબળથી કોરોનાને હરાવ્યો. લોકોને સંક્રમિત થતાં બચાવવા પોલીસફોર્સ પણ સતત પ્રવૃત દેખાઇ. માનવતાના પૂજારીઓની મૂકસેવાએ અનેક જરૂરમંદ પરિવારોના ઘરમાં ચૂલો જલતો રાખ્યો.. કોઇ વ્યક્તિ ભૂખ્યું ન સૂઇ જાય તેની ચિંતા કરી. આવા તો અનેક કિસ્સા છે જિંદગી જીવવાના અને બચાવવાના, જેમાં ઝળકતું દેખાય છે ગુજરાતનું ઝમીર....
પ્રથમ દર્દીને બચાવી ન શક્યા, પણ પછીના મોટાભાગના દર્દીને બચાવાયાનો સંતોષ છે
કોરોના આવ્યો તેના એક મહિના પહેલાં મેં ધારપુર સિવિલમાં સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે જોબ શરૂ કરી હતી. દેશમાં કેસ શરૂ થયા તે તબક્કે હું (ડો.સંદીપ પટેલ), આસિ. પ્રોફેસેર ડો. મેહુલ પટેલ, એનેસ્થેસિયા એચઓડી ડો. દીક્ષિત મોઢ અને આરએમઓ ડો.હિતેશ ગોસાઈ સહિત સ્ટાફની મિટિંગ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડીન ડો. યોગેશાનંદ ગોસ્વામીએ બોલાવી. અમારી ટીમ પ્રારંભિક રીતે સજ્જ થઈ રહી હતી અને ભીલવણ-સિદ્ધપુરના લુકમાનભાઈ મરેડિયાનો પ્રથમ કેસ આવ્યો. ત્યારથી અમારી અગ્નિપરીક્ષા શરૂ થઈ. શરૂઆતના તબક્કે દવા ન હતી. લુકમાનભાઈને ન બચાવી શક્યાનો ખેદ જરૂર છે, પણ પછી મોટાભાગના દર્દીઓને બચાવી લેવાયા તેનો પરમ સંતોષ છે.
શરૂઆતમાં ડર પણ એટલો હતો કે એક-બે ડોક્ટરે જોબ છોડી દીધી. શરૂઆતમાં ઓપીડી અમારે કરવી પડતી, પછી જુનિયર ડોક્ટરો અને મેડિકલ સ્ટુડન્ટને ટ્રેઇન્ડ કર્યા. તેમના પોતાના અને દર્દીના પ્રોટેકશન અંગે સજ્જ કર્યા. ધીમે ધીમે સ્ટાફમાં ડર ઓછો થયો, પણ આ ગાળામાં ડો.દીક્ષિત, ડો.પંચીવાલા, ડો.મેહુલ, ડો.કિરણ તેમજ મોટાભાગના જુનિયર ડોક્ટરો સંક્રમિત થયા, સાજા થયા અને ફરી કામમાં જોડાઈ ગયા. પાછળથી ફિઝિશિયન અને એનેસ્થેટિકની 5થી 6 ટીમો બનાવી. રોટેશન મુજબ અલગ અલગ ટીમની ડ્યૂટી આઇસોલેશન વોર્ડમાં આવે છે. અત્યાર સુધીમાં ગણતરી તો નથી કરી, પરંતુ 3000 જેટલા પેશન્ટ કોરોનાના મારી પાસે આવ્યા હશે. કેટલાક બહુ જ ક્રિટિકલ હતા.
જેમાં કાંતાબેન, જેમને દસ દિવસે બહારથી આવ્યા પછી 18 દિવસ રાખવા પડ્યા હતા. શંખેશ્વરના સુરેશભાઈ લાલજીભાઈ રાવલ જેમને 21 દિવસ ટ્રીટમેન્ટ આપવી પડી હતી. જયંતીભાઈ પટેલ પાછળ 10 દિવસ સખત મહેનત કરવી પડી હતી. ધનલક્ષ્મીબેન ઠાકોર, વર્ષાબેન ઠાકોર, સંતોકબેન પ્રજાપતિને 30 દિવસ રખાયાં હતાં. ખાસ કરીને ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓને બચાવવા મોટો પડકાર હતો.(ડો.સંદીપ પટેલ સાથે થયેલી વાતચીત આધારે)
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.