કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં ઉછાળો, આજે નવા 17 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 41 પર પહોંચ્યો

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા RTPCR 2085 અને એન્ટીજન 1161 ટેસ્ટ કરવામાં આવ્યા

બનાસકાંઠા જિલ્લામાં બીજી લહેર બાદ ફરી કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે જેમાં આજે જિલ્લા 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ એક્ટિવ કેસનો આંક 41 પર પહોંચ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના પોઝિટિવ કેસો સામે આવવા લાગ્યા છે. જેમાં જિલ્લા 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર હરકતમાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RTPCR 2085 અને એન્ટીજન 1161 ટોટલ 3246 જેવા ટેસ્ટ કરતા 17 કોરોના પોઝિટિવ કેસ સાથે નોંધાયા છે. પાલનપુરમાં 07 વડગામમાં 01 ડીસામાં 06 દાંતીવાડામાં 02 કાંકરેજમાં 01 સહિત જિલ્લાના 5 તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો જે સહિત જિલ્લામાં કુલ 41 એક્ટિવ કેસ થયા છે.

અન્ય સમાચારો પણ છે...