તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:અનલોક બાદ કોરોનાના કેસમાં 91.95 ટકાનો વધારો , જિલ્લામાં ચાર દિવસમાં કોરોનાના 178 કેસ

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોમવારે 1323 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા. - Divya Bhaskar
સોમવારે 1323 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા.

દિવાળી બાદ જિલ્લામાં કોરોનાના કેસોમાં એકાએક વધારો થયો છે.જેમાં ચાર દિવસમાં જ 178 કેસ આવતાં દોડધામ મચી ગઈ છે.શુક્રવારે 43,શનિવારે 57 ,રવિવારે 27 અને સોમવારે ફરી 51 કેસ આવ્યા હતા.લોકો અનલોક બાદ બિનદાસ્ત બન્યા હોય એમ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો પ્રત્યે બેદરકારી રાખતાં પોઝિટિવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.

લોકડાઉનના મે, જુન, જુલાઇ ઓગષ્ટ માસમાં કેસની સંખ્યા 1581 (79.05) હતી. જે અનલોક બાદ સીધી વધીને ડબલ એટલે કે 3065 (91.95 ટકા) થવા પામી છે. વર્તમાન સમયે જે રીતે કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. તે જોતા જરાપણ વધુ બેદરકારી કોરોનાના સંક્રમણને ભારે વેગ આપી શકે છે.

આરોગ્ય વિભાગના આંકડા મુજબ એપ્રિલ, મે, જુન, જુલાઇ અને ઓગષ્ટમાં પોઝિટિવ દર્દીઓનો આંકડો 1581 નોંધાયો હતો. બજારમાં ભારે ભીડ વચ્ચે માસ્ક અને સોશિયલ ડિસ્ટનન્સના નિયમોના ધજીયા ઉડી રહ્યા છે. આથી ત્રણ માસમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ડબલ એટલે કે, 3065 નોંધાઇ ચૂકયો છે.

ત્રણ માસમાં જ 1484 કેસો નોંધાયા
દિપાવલીના તહેવાર અગાઉ અમદાવાદ, સુરત, મુંબઇ સહિત રહેતા લોકો પોતાના વતન આવવાથી તેમજ લોકો કોરોનાને ભૂલી બેદરકારી દાખવતાં છેલ્લા ત્રણ માસમાં જ 1484 કેસો વધી ગયા છે.

30 મી સુધી પોલીસ ખાસ ડ્રાઈવ કરશે
લોકો ફરજિયાત માસ્ક પહેરે અને કોરોના સંક્રમણ અટકાવી શકાય તે માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. 23/11/2020 ના 18.00 કલાકથી તા.30 નવેમ્બર-2020ના 18.00કલાક સુધી પોલીસ અધિકક્ષક તરુણ દુગ્ગલની સુચનાથી માસ્ક માટે ખાસ ડ્રાઇવ યોજાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser