તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા દસ દિવસથી કોરોનાના કેસમાં વધારો નોંધાયા બાદ રવિવારે કેસ ઘટયા હતા. જ્યાં 27 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. દરમિયાન ડીસા તાલુકા હેલ્થ ઓફિસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં દિપાવલીના તહેવારોમાં જ કોરોના વાયરસનું સંક્રમાણ વધ્યું હતું. જોકે, દસ દિવસ બાદ રવિવારે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો.
આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે, પાલનપુરમાં 12, ડીસા 4, ધાનેરા 2, વડગામ 5, થરાદ 1, ભાભર 2 અને વાવ 1 મળી કુલ 27 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. દરમિયાન ડીસા તાલુકા હેલ્થ ઓફિસર અને જિલ્લાના અધિક આરોગ્ય અધિકારી ડો. જીજ્ઞેશ હરિયાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમને ડીસાની કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
મહેસાણામાં 42,પાટણ જિલ્લામાં 28 કેસ રવિવારે નવા 42 દર્દીઓ નોંધાયા હતા. જેમાં મહેસાણામાં 19, વિસનગરમાં 8, વિજાપુરમાં 4, કડીમાં 3 તેમજ ઊંઝા, ખેરાલુ, સતલાસણા અને જોટાણામાં 2-2 કેસનો સમાવેશ થાય છે. સંક્રમિતોને આઇસોલેટ કરી વિસ્તારને કન્ટેન્ટમેન્ટ કરવા તજવીજ કરાઇ હતી. સંક્રમિતોમાં 7 અને 8 વર્ષના બે બાળકોનો પણ સમાવેશ થાય છે. પાટણ
ટણ જિલ્લામાં કોરોનાના વધુ 28 કેસ આવતાં કુલ આંક 3342 પર પહોંચ્યો છે. પાટણ શહેરમાં 11 કેસ, દિગડી, કણી,માં 1-1 કેસ સિદ્ધપુર શહેરમાં 2 કેસ, સુજાણપુર 1 કેસ, રાધનપુરમાં 7 કેસ, ચાણસ્મા શહેર 2 કેસ, ફિચાલમાં એક, ધીણોજ અને વારાહી 1-1 કેસ મળી કુલ 28 કેસ આવ્યા છે.
હિંમતનગર
સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ 18 પોઝિટિવ કેસ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયા છે. હિંમતનગર અને પ્રાંતિજમાં 5-5 ,તલોદમાં 4 ,વડાલીમાં 2 અને ખેડબ્રહ્મા-ઇડરમાં 1-1 વ્યક્તિ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે અરવલ્લીમાં 9 કેસ નોંધાયા છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.