મધ્યાહન ભોજન:બનાસકાંઠાની પ્રા.શાળાના બાળકોને કુકીંગ કોસ્ટ અનાજનું વિતરણ કરાશે

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મધ્યાહન ભોજન યોજના અંતર્ગત છાત્રોને ઘઉં અને ચોખાનું વિતરણ કરાશે

બનાસકાંઠાની પ્રા.શા.ના બાળકોને કુકીંગ કોસ્ટ અનાજનું વિતરણ કરાશે. જ્યાં ધોરણ 1 થી 8 ના કુલ 4,55,984 બાળકોને લાભ થશે. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત 71 દિવસનું ઘઉં ચોખાનું વિતરણ કરાશે.

બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8માં નોંધાયેલા તમામ બાળકોને 1 ઓગસ્ટ થી 31 ઓક્ટો. સુધી કુલ 71 દિવસો માટે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ધોરણ- 1 થી 5 ના પ્રતિ વિદ્યાર્થી દીઠ રોજના રૂ. 4.97 લેખે 71 દિવસના કુલ રૂ. 352.87ની રકમ અને 100 ગ્રામ ઘઉં ચોખા મુજબ 71 દિવસના કુલ 7.100 કિ.લો. ગ્રામ અનાજનું વિતરણ કરાશે. આજ રીતે ધોરણ 6 થી 8ના બાળકોને પ્રતિ વિદ્યાર્થી દીઠ રોજના રૂ. 7.45 લેખે 71 દિવસના કુલ રૂ. 528.95ની રકમ અને 100 ગ્રામ ઘઉં ચોખા મુજબ 71 દિવસના કુલ 7.100 કિ.લો.ગ્રામ અનાજનું વિતરણ કરાશે. બનાસકાંઠા જિલ્લામાં આવેલી ધોરણ- 1થી8 ની સરકારી તથા ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓમાં અભ્યાસ કરતાં કુલ- 4,55,984 બાળકોને આ યોજનાનો લાભ મળશે. મધ્યાન ભોજન યોજના સૂત્રોએ જણાવ્યું કે " ફૂડ સિક્યુરીટી એલાઉન્સ અંર્તગત વિતરણ થનાર આ ફોર્ટીફાઈડ ચોખા ભારત સરકારના એફ.એસ.એસ.એ.આઈ.ના ધોરણો અનુસાર આવશ્યક વિટામીન્સ અને ખનીજોથી ભરપૂર છે.

જેના ઉપયોગથી આહારમાં આર્યન, ઝીંક, ફોલીક એસીડ, વિટામીન બી-12, વિટામીન-એ જેવા અન્ય તત્વો ઉમેરવામાં આવે છે. જેનાથી પ્રાથમિક શાળાના બાળકોમાં પોષક તત્વોની ઉણપ દૂર થશે. તેમજ તેમાંથી બાળકોને જરૂરી પોષક તત્વો કે જે કુપોષણ, આર્યનની ઉણપ, સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ રોકવાનું કામ કરશે. સરકારશ્રી દ્વારા શાળાના વિદ્યાર્થીઓની આ યોજના દ્વારા આહારની ટેવ બદલ્યા વિના આહાર વધુ પોષક બનાવવાનો આશય છે."

અન્ય સમાચારો પણ છે...