તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Controversy As Soon As The First List Of Voters In The Palanpur Martyard Election Was Made Public, Traders Strike With Allegations Of Making Voters Bogus Licenses.

વિરોધ:પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણીમાં મતદારોની પ્રથમ યાદી જાહેર થતા જ વિવાદ, બોગસ લાઇસન્સ બનાવી મતદારો ઊભા કર્યાના આક્ષેપ સાથે વેપારીની હડતાલ

પાલનપુર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓ હડતાલ પર ઉતરી જતા માર્કેટયાર્ડમાં માલની આવક જાવક ઠપ્પ

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણીમાં મતદારોની પ્રથમ યાદી જાહેર થતા જ વિવાદ સર્જાયો છે. બોગસ લાઇસન્સ બનાવી મતદારો ઊભા કર્યાના આક્ષેપ સાથે વેપારીઓ એ વિરોધ નોંધાવ્યો છે .વેપારીઓએ બોગસ લાયસન્સ રદ નહીં થાય અને મતદાર યાદીમાં સુધારો નહીં થાય ત્યાં સુધી વેપારીઓ હડતાલ પર ઉતરી જતા માર્કેટયાર્ડમાં માલની આવક જાવક ઠપ્પ થઈ છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આવેલી માર્કેટયાર્ડમાં નિયામક મંડળની ચૂંટણી આગામી 18 સપ્ટેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ મતદાર યાદી જાહેર થતાં જ માર્કેટ યાર્ડમાં ચૂંટણી મામલે વિવાદ ઊભો થયો છે. વેપારીઓ દ્વારા આક્ષેપ કરાઈ રહ્યાં છે કે, ચૂંટણીલક્ષી લાયસન્સ આપી મતદારયાદીમાં 180 જેટલાં નામ સમાવિષ્ટ કરાવ્યાં છે જે નામ રદ્દ કરી મતદાર યાદી નહીં સુધરે ત્યાં સુધી વેપારીઓએ હડતાળનો માર્ગ અપનાવતા માર્કેટ યાર્ડમાં માલની આવક જાવક ઠપ્પ થઈ છે. જેને લઈ માલ લઈ આવતા ખેડુતો અને માર્કેટ યાર્ડમાં કામ કરતા શ્રમિકોને અટવાવાનો વારો આવ્યો છે.

ફતાભાઈ માર્કેટયાર્ડ ચેરમેને જણાવ્યું હતું કે, હમણાં વેપારીઓની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. લગભગ 575 વોટની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેમાં પાલનપુર માર્કેટ યાર્ડની અંદરના જે લાઇસન્સ છે 413 જે માર્કેટ યાર્ડ મજૂર કરેલ છે જેથી આક્ષેપ કરે છે તેમની પણ સહીઓ છે થરાવમાં સર્વ સંમતિથી લાયસન્સ મંજૂર કરેલા છે બાકીના જે બહારના લાઇસન્સ 162 છે નવા કૃષિ કાયદા પ્રમાણે જે લાઇસન્સ ઇશ્યુ કરવાના છે માન્ય ડી.આર સાહેબને ત્યાંથી કરવાના છે અમારે ત્યાં ફોર્મ આવ્યું અને પાવતી ફાડી લેટર લખી ડી.આર સાહેબને ત્યાં મોકલાવેલા છે ત્યાં લેવલ થી 162 લાઇસન્સ મંજુર થયેલા એ યાદમી અમને પરત કરી એ પ્રમાણે કુલ થઈ 595 લાયસન્સ સોની પ્રથમ યાદીમાં તેની સામે વાંધો લેવાની જે તે બેન ડિરેક્ટર વાંધો લીધો છે એની ડી.આર સાહેબ તપાશ કરી રહ્યા છે એમ જે તેવું લાગશે સાહેબ ને ખોટું કોઈ લાઇસન્સ હશે તો નવે સરતી યાદી બહાર પડેસે, ખોટો રાયકીય દાવો કરી માર્કેટયાર્ડ બંધ કરી ખેડૂતો તેમજ ભાઈઓને અન્યાય કરવાનું જે લોકો કરી રહ્યા છે એ ખરેખર ખોટુ છે.

માર્કેટયાર્ડ તો રાબેતા મુજબ ચાલુજ છે તેમની હટ છે કે તમે યાદી નવી આપો કાયદામાં કોઈ જોગવાઈ નથી કે અત્યારે નવી યાદી આપું તે હવે ડી.આર સાહેબની કક્ષા લેવલની વાત છે જેતે ચૂંટણી અધિકારી વાત છે. જ્યારે ત્યારે તેમના વોધા આપ્યા તેમના વોધા સાંભળી 27 તારીખે યાદી ફાઇનલ કરશે મારા પર જે આક્ષેપ કર્યો એ પાયા વિહાણા આક્ષેપ છે, તેમના પ્રમુખ અને હોદ્દેદારો સાથે મારી મિટિંગ થઈ છે. અમે તમને એવું કીધું છે જેમાં જેતે ડી.આર સાહેબને રજુઆત કરી એમની ટિમ દ્વારા તપાશ કરશે સાચા હશે એ રાખી ખોટો હોઈએ રદ કરે એમાં અમને કોઈ વાંધો નથી આજની તારીખ માં મીંટિંગ થઈ છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આવતી કાલે બે દિવસમાં માર્કેટયાર્ડ ચાલુ થઈ જશે રાબેતા મુજબ દાંતીવાડાથી પાલનપુર માર્કેટયાર્ડમાં બાજરી વેચવા આવેલા ખેડૂતે કાનભાઈ એ જણાવ્યું હતું કે, અમે બાજરી લઈને આવ્યા છીએ ટ્રેક્ટરમાં ટ્રેક્ટર ભાડે લઈને આવ્યા છીએ માર્કેટ યાર્ડની હડતાલ છે. ટ્રેક્ટર વાળા ને માલ વેચાયાં વિના ટ્રેક્ટર વાળાને ભાડું ક્યાંથી આપવું વિષ બોરી બાજરી છે ઘરે સેમાં જવું.

અન્ય સમાચારો પણ છે...