ઉત્તરાયણ પર્વ પર ઘાયલ પક્ષીઓને બચાવવા વન વિભાગ દ્વારા યોજાનાર કરૂણા અભિયાન-2022ની પાલનપુર કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ગુરુવારે બેઠક યોજાઇ હતી. ઘાયલ પક્ષીઓની સારવાર માટે વન વિભાગ દ્વારા વોટસઅપ હેલ્પલાઇન નંબર 8320002000 શરૂ કરવામાં આવ્યો છે. જેના પરથી સારવાર કેન્દ્રોનો સંપર્ક કરી ઘાયલ પક્ષીઓને સારવાર અપાવી શકાશે. વન વિભાગ દ્વારા જિલ્લા કંટ્રોલ રૂમ સહિત તમામ તાલુકાઓ અને પોલીસ તથા યુ.જી.વી.સી.એલ. દ્વારા પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.
કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે પક્ષીઓના જીવ બચાવવા ચાઇનીઝ દોરીઓ અને તુક્કલનો ઉપયોગ ન કરવામાં આવે તેની તેકદારી રાખીએ. સવારે પક્ષીઓ માળામાંથી બહાર ચણવા નીકળે ત્યારે અને સાંજે પોતાના માળામાં પરત ફરે તેવા સમયે પતંગ નહીં ઉડાવવા લોકોમાં અવેરનેસ લાવવામાં આવે. આ ઉપરાંત ઉત્તરાયણની સાંજે તુક્કલ ન ઉડાવવા અને ફટાકડા ન ફોડવા પણ અપીલ કરવામાં આવી છે.
ઉતરાયણના તહેવાર દરમિયાન ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટીક દોરી અને તુક્કલનાં વેચાણ તેમજ તેના ઉપયોગ પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ચાઇનીઝ માંઝાનું વેચાણ થતું ધ્યાન પર આવે તો પોલીસ કંટ્રોલ રૂમ નં.02742-252600 પર જાણ કરી શકો છો. તેવી જ રીતે બચાવ કામગીરી હાથ ધરતા પહેલાં વીજ પુરવઠો બંધ કરવા માટે યુ.જી.વી.સી.એલ.નો કંટ્રોલ નં.02742-251246/ 255462 છે.
જિલ્લામાં હેલ્પ લાઇન નંબરો
1.પક્ષીની સારવાર માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ નં.02742-257084 છે.
2. અમી૨ગઢ તાલુકામાં કંટ્રોલ રૂમ નં. 02742-232348/9664876153,
3. દાંતીવાડા તાલુકા કંટ્રોલ રૂમ નં. 02748-287635/9726492967
4. દાંતા તાલુકા કંટ્રોલ રૂમ નં. 02749-278331/ 9424284838
5. વડગામ તાલુકા કંટ્રોલ રૂમ નં. 02739-262694/ 8128104250
6. ધાનેરા તાલુકા કંટ્રોલ રૂમ નં. 02748-221816/ 9427598168
7. થરાદ તાલુકા કંટ્રોલ રૂમ નં. 02737- 222655/ 6351416085
8.વાવ અને સૂઈગામ તાલુકા કંટ્રોલ નં. 02737-222178/ 9574747999
9. દિયોદર તાલુકા કંટ્રોલ રૂમ નં. 02735-244780/ 7990081601
10. કાંકરેજ તાલુકા કંટ્રોલ રૂમ નં. 02747-233370/ 7801818713
11. ડીસા અને લાખણી તાલુકા કંટ્રોલ રૂમ નં. 02744-230629/ 9924039776 છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.