ગ્રામ પંચાયત ચૂંટણી:બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષી જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરાયા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 19 ડિસેમ્બરના મતદાનના દિવસે મતદારો પોતાની ચૂંટણી સંબંધી ફરીયાદો નોંધાવી શકશે

બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષી જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યાં છે. 19 ડિસેમ્બરના મતદાનના દિવસે મતદારો પોતાની ચૂંટણી સંબંધી ફરીયાદો નોંધાવી શકશે.

બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયત સામાન્ય અને પેટા ચૂંટણી આગામી તારીખ 19 ડિસેમ્બરના રોજ યોજશે. જેને લઈ જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યાં છે. ત્યારે સંબંધિત ગ્રામ પંચાયત વિસ્તારની ચૂંટણીઓમાં મતદાનના દિવસે મતદારોને મતદાન સંબંધિત કોઇ ફરીયાદ હોય તો જિલ્લામાં કલેકટર કચેરી પાલનપુરની ચૂંટણી શાખા ખાતે તેમજ તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે.

આ કંટ્રોલ રૂમના નંબરો ઉપર મતદારો તા.19/12/2021ના રોજ મતદાનના દિવસે પોતાની ચૂંટણી સંબંધી ફરીયાદો નોંધાવી શકશે. જેની સંબંધિત ગ્રામ પંચાયત ચૂંટણી હેઠળના વિસ્તારના મતદાન વિભાગના તમામ મતદારો તથા જાહેર જનાતાએ નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીએ વિનંતી કરી છે.

જિલ્લાકક્ષાએ કાર્યરત કંટ્રોલરૂમ નંબર 1 બનાસકાંઠા-પાલનપુર 02742-260791, તાલુકાકક્ષાએ કાર્યરત કંટ્રોલરૂમ નંબરbઅ.નં. તાલુકાનું નામ કંટ્રોલરૂમ નંબર 1 પાલનપુર 02742-257261, 2 વડગામ 02739-262021, 3 દાંતા 02749-278134, 4 અમીરગઢ 02742-232176, 5 ડીસા 02744-222250, 6 કાંકરેજ 02747-233721, 7 દિયોદર 02735-244626, 8 લાખણી 02744-256111, 9 ધાનેરા 02748-222024, 10 દાંતીવાડા 02748-278081, 11 થરાદ 02737-223675, 12 વાવ 02740-227022, 13 સૂઇગામ 02740-223642, 14 ભાભર 02735-222677 ઉપર સંપર્ક કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...