તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો ચુકાદો:પાલનપુરમાં રૂ.51.09 લાખના દારૂ સાથે ઝડપાયેલા કન્ટેનર ચાલકને 3 વર્ષની કેદ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાલનપુરની બીજી એડીશનલ ચિફ જ્યુડિશિયલ કોર્ટનો ચુકાદો

પાલનપુર આરટીઓ સર્કલ નજીકથી દોઢ વર્ષ અગાઉ રૂ.51.09 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયેલા કન્ટેનર ચાલકને શુક્રવારે પાલનપુરની બીજી એડીશનલ ચિફ જ્યુડિશિયલ કોર્ટના ન્યાયાધીશે 3 વર્ષની કેદ અને 1 લાખનો દંડ ફટકારી બનાસકાંઠામાં દારૂના કેસમાં પ્રથમ વખત ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો.

પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર આરટીઓ સર્કલ જિલ્લા ટ્રાફિકની કચેરી આગળ પશ્ચિમ પોલીસ મથકની ટીમે 13 મે 2020ના રોજ રાજસ્થાન તરફથી આવતા કન્ટેનર(યુપી 62 બીટી 2322)માં રૂ.51,09,600ની વિદેશી દારૂની બોટલ નંગ 13,224 સાથે કન્ટેઇનર ચાલક મધ્યપ્રદેશના બડવાની જીલ્લાના ઠીકરી તાલુકાના પીપલીયા ડેબ ગામના ક્રિષ્ના છગનદાસ બૈરાગી (બ્રાહ્મણ)ને ઝડપી પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.

આ કેસ પાલનપુરની બીજી એડીશનલ ચિફ જ્યુડિશિયલ કોર્ટના ચાલી જતાં ન્યાયાધીશ ગૌરવ એસ. દરજીએ સરકારી વકીલ સી.જી.રાજપૂતની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ક્રિષ્ના છગનદાસ બૈરાગીને 3 વર્ષની સખ્ત કેદ અને રૂ.એક લાખનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 9 માસની સાદી કેદનો હૂકમ કર્યો હતો.

કઇ કલમ હેઠળ કેટલી સજા થઇ

  • કલમ 248 (2) અન્વયે પ્રોહિ એકટ ક. 65 એ, 81 હેઠળ 3 વર્ષની સખ્ત કેદ અને રૂ.એક લાખનો દંડ જો દંડ ન ભરે તો 9 માસની સાદી કેદ
  • કલમ 248 (2) અન્વયે ઇપીકો ક. 465 હેઠળ 1વર્ષની સખ્ત કેદ અને રૂ.100નો દંડ જો દંડ ન ભરે તો 1 માસની સાદી કેદ
  • કલમ 248 (2) અન્વયે ઇપીકો ક. 468 હેઠળ 3 વર્ષની સખ્ત કેદ અને રૂ.1000નો દંડ જો દંડ ન ભરે તો 2 માસની સાદી કેદ
અન્ય સમાચારો પણ છે...