સત્તા પલટો:ધાનેરા નગરપાલિકામાં આજે યોજાયેલ પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના કમળાબેન નાઇની બિનહરીફ વરણી કરાઈ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંતરિક વિખવાદના કારણે ભાજપના 12 સભ્યો ગેરહાજર રહ્યા

બનાસકાંઠાની વિવાદિત ધાનેરા નગરપાલિકામાં ભાજપના કિરણબેન સોનીએ રાજીનામુ આપ્યા બાદ આજે યોજાયેલ ચૂંટણીમાં મહિલા પ્રમુખ તરીકે કોંગ્રેસના કમળાબેન નાઇની બિનહરીફ વરણી કરાઈ છે. ભાજપમાં આંતરિક વિખવાદ હોવાના કારણે સભ્યો ચૂંટણી પ્રક્રિયામાં હાજર ન રહેતા કોંગ્રેસના 16 સભ્યોના સમર્થનથી નગરપાલિકામાં કોંગ્રેસે સત્તા મેળવી હતી.

ધાનેરા નગરપાલિકાના મહિલા પ્રમુખ તરીકે કમળાબેન નાઈની આજે વરણી થઇ છે અને આગામી 16 માસ માટે કોંગ્રેસ પક્ષના કમળાબેન નાઈ પ્રમુખ તરીકેની ભૂમિકા નિભાવશે. ધાનેરા નગરપાલિકામાં 28 બેઠકોમાંથી 16 બેઠકો હોવાથી બહુમતી સાથે કોંગ્રેસ ફરી સત્તામાં આવી છે અને ભાજપના 12 નગરસેવકો હોવાથી ઓછું સંખ્યાબળ અને આંતરિક વિખવાદ ના કારણે ભાજપના સભ્યો ગેરહાજર રહ્યા હતા.

ત્યારે કિરણબેન સોનીના રાજીનામાં બાદ આજે ચૂંટણી પ્રક્રિયામાં કોંગ્રેસના સભ્યો હાજર રહ્યા અને ભાજપના એક પણ સભ્ય હાજર ન રહેતા પાલિકામાં કમળાબેન નાઈ ની બિનહરીફ વરણી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...