તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:બનાસકાંઠામાં કોરોના મહામારીમાં ઓક્સિજન સહિતની સુવિધાઓ પુરી પાડવાની માંગણી સાથે કોંગ્રેસે ધરણા યોજ્યાં

પાલનપુર3 મહિનો પહેલા
  • સુવિધાઓ પુરી પડવાના સ્લોગન વાળા બેનર સાથે વિરોધ નોંધાયો
  • પોલીસ ધારણા કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી

સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસે આજે પાલનપુરમાં ધરણા કર્યા હતા. પ્લેકાર્ડ લઈને પાલનપુરના ગુરુનાનક ચોકમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. જોકે પોલીસે જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત કરી હતી.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત કરી

આરોગ્ય ક્ષેત્રે નિષ્ફળ રહેલી સરકાર સામે કોંગ્રેસ રસ્તા પર ઉતરી હતી. અને પાલનપુરમાં ધરણા કર્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોએ બેનરો સાથે સરકારનો વિરોધ કર્યો હતો. સાથે સાથે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. જોકે પોલીસે કોંગ્રેસના આ વિરોધ કાર્યક્રમને થવા દીધો ન હતો. અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત કરી હતી.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ ગઢવીએ જણાવ્યું હતુ કે આજે વ્યવસ્થાનો અભાવ થયો છે. મૂળભૂત આરોગ્ય લક્ષી સેવાઓ માટે અમે સરકારને જાગૃત કરવા આવ્યા છીએ. સરકાર એમના કાન ઉઘાડે અને ઊંઘમાંથી ઉઠે એના માટે અમે આવ્યા છીએ. અનેક જે નામી અનામી ગુજરી ગયા છે એને બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ અને તમામ તરફથી શ્રદ્ધાંજલિ પાઠવું છુ.

અન્ય સમાચારો પણ છે...