આંદોલનની ચીમકી:પાલનપુરના એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યાને લઈ કોંગી ધારાસભ્યની ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાની ચીમકી

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર કોંગ્રેસ ધારાસભ્ય મહેશભાઇ પટેલ - Divya Bhaskar
પાલનપુર કોંગ્રેસ ધારાસભ્ય મહેશભાઇ પટેલ
  • સમસ્યાને લઈને મુખ્યમંત્રી, આરએનબીના મંત્રી, કલેક્ટરને વારંવાર રજૂઆતો કરવામાં આવી
  • ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાવાના કારણે એક બાળકનું મૃત્યુ થયું હતું : મહેશ પટેલ
  • ટ્રાફિકને લીધે ઘણા બધા અકસ્માતો પણ બનવા પામે છે : મહેશ પટેલ

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યાને લઇ વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ ન આવતાં પાલનપુરના કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં નેશનલ હાઈવે એરોમા સર્કલથી પસાર થઇ કંડલા તરફ જાય છે. જેમાં કંડલાથી આવનાર વાહનોનું હેવી ટ્રાફિક મેઈન એરોમા સર્કલ પર જામ થઈ જાય છે, જેને લીધે ઘણા બધા અકસ્માતો પણ બનવા પામે છે. જેને લઈને પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ દ્વારા અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિવેડો ન આવતાં આખરે ધારાસભ્યએ થાકીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

જો કે આ અંગે પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલે જણાવ્યું હતું કે, પાલનપુર શહેરમાં એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા છે, જેના માટે વારંવાર મુખ્યમંત્રીને, આરએનબીના મંત્રીને, કલેક્ટરને અને ફરિયાદ સંકલન મિટિંગમાં રજૂઆતો કરવામાં આવી છે. નેશનલ હાઈવે એરોમા સર્કલથી પસાર થઈને કંડલા તરફ જાય છે, તે રસ્તો પણ ઘણો ડેમેજ છે. કંડલાથી આવનારો હેવી ટ્રાફિક મેઈન એરોમા સર્કલ પર જામ થાય છે. જેના પગલે ઘણા બધા અકસ્માતોના પણ બનાવો બન્યા છે. હમણાં જ આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાવાના કારણે એક બાળકનું મૃત્યુ થયું હતું. ત્યારે તેઓ આ બાબતના લઈને એસપી અને કલેક્ટરને પણ મળ્યા છે. ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવે એના માટેનું પ્રપોઝલ તેમણે ઘણાવાર સરકાર સમક્ષ રજૂ કર્યુ છે. આથી એરોમા સર્કલના ટ્રાફિક માટે કંઈક સોલ્યુશન નીકળે તેની રજૂઆત આજે તેમણે ફરીથી દબાઈને કરી હતી. જો આ ટ્રાફિકનું સોલ્યુશન નહીં થાય તો આવનારા સમયમાં ગાંધીજીના માર્ગ પર ધરણા કરવાની ચિમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...