તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ધોરણ-10માં માસ પ્રમોશનથી શિક્ષકો સાથે પાટલીઓ વધારવાની મૂંઝવણ

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની ખાનગી સ્કૂલોના આચાર્યોએ નારાજગી વ્યક્ત કરી
  • ધોરણ-11માં વિદ્યાર્થી સંખ્યા વધવાની એંધાણથી શાળા સંચાલકો મૂંઝાયા

કેન્દ્ર સરકારે આ વર્ષે ધો. 10ની પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યારબાદ નિયમિત લેવાતી બોર્ડ પરીક્ષા કોરોનાને લીધે મોકૂફ કરી 10 મી મેથી લેવાનું શરૂ કરાયું હતું. અને કેસ વધતા સરકારે 10મી મેથી લેવાનારી પરીક્ષા મોકૂફ કરી દીધી હતી. અને ધો. 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય અંગે બનાસકાંઠાના ખાનગી સ્કૂલોના આચાર્યોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય છે. જયારે જે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે તેમને અન્યાય કહેવાય જેથી પરીક્ષા જ એક માત્ર વિદ્યાર્થીઓનું સાચું પરિણામ લાવી શકે છે.

છાત્રોને માસ પ્રમોશન આપશે ત્યારે તમામ વિદ્યાર્થીઓ પાસ કહેવાશે. પરિણામે ધો.11માં એડમિશન માટે તમામ રૂમ ભરાઈ જવાથી નવીન રૂમ બનાવવા પડશે તેમજ શિક્ષક પણ ફાળવવા પડશે. નવી બેન્ચિસ વસાવવી પડશે. જો કે, મહત્વની વાત એ છે કે, આ માસ પ્રમોશન વિદ્યાર્થીઓને અત્યારે નહિં પણ ભવિષ્યમાં તકલીફ પડશે કેમ કે જ્યારે ત્યારે કોઈ ફોર્મ માટે ધો.10ની માર્કશીટ એડ કરવી પડશે ત્યારે વિદ્યાર્થીઓ અટવાઈ જશે. જેથી સરકારે પરીક્ષા લેવી જોઈતી હતી.

અન્ય સમાચારો પણ છે...