તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:અમીરગઢ પાસે ટ્રકચાલકે બ્રેક મારતાં પાછળથી મીનીટ્રક અથડાતાં કંડકટરનું મોત નીપજ્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઘરનો સામાન મૂકી પરત ડીસા આવતી વખતે અકસ્માત

અમીરગઢ તાલુકાના ધનપુરા (સ) ગામ નજીક મંગળવારે રાત્રે સ્વરૂપગંજમાં ઘરનો સામાન ખાલી કરી ડીસા પરત આવતી વખતે બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળની ટ્રકના કંડકટરનું મોત નિપજ્યું હતુ. ડીસાની અમનપાર્ક સોસાયટીમાં રહેતા આસીફખાન અનવરખાન પઠાણ અમદાવાદના ગફુરભાઇ શેખની ટ્રક નં. જીજે. 17. યુયુ. ચલાવે છે. જેઓ મંગળવારે રાત્રે કંડકટર ડીસા સાહિલપાર્કમાં રહેતા ફિરોઝભાઇ રફીકભાઇ શાહ (ઉ.વ.19) સાથે પાલનપુરના શોયેબભાઇ બસીરભાઇ ચૌહાણના ઘરનો સામાન સ્વરૂપગંજ ઉતારી ડીસા પરત ફરતાં હતા.

ત્યારે અમીરગઢ તાલુકાના ધનપુરા (સ) ગામ નજીક આગળ જતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક કરતાં તેમની ટ્રક અથડાઇ હતી. આ અકસ્માતમાં કંડકટર ફિરોજભાઇ શાહનું મોત નિપજ્યું હતુ. જ્યારે આસીફખાનને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે આસીફખાને અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...