સતત બીજા દિવસે કમોસમી વરસાદ:બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા, થરાદમાં દોઢ ઈંચ તેમજ ધાનેરામાં 1 ઈંચ વરસાદ નોંધાયો

પાલનપુર17 દિવસ પહેલા
  • ઈકબાલગઢ ગામ પાસે માર્ગ માં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન
  • થરાદમાં 40 MM, ધાનેરામાં 26 MM, દાંતામાં 22 MM, લાખણી 20 MM, પાલનપુર 19 MM વરસાદ નોંધાયો

રાજ્યમાં શિયાળાની સીઝનમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા જોઈએ તો થરાદમાં 40 MM, ધાનેરામાં 26 MM, દાંતામાં 22 MM વરસાદ નોંધાયો હતો. અમીરગઢના ઇકબાલગઢ ગામથી નેશનલ હાઇવે તરફ જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા. જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સતત બીજા દિવસે કમોસમી વરસાદને લઇ ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે.

ખેતી પાકને મોટું નુકસાનની ભીતિ

જિલ્લામાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે બે દિવસથી વાદળછાયુ વાતાવરણ વચ્ચે જિલ્લાના 14 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. બે દિવસથી પડી રહેલાં આ માવઠાના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યાં છે. જો જિલ્લામાં પાંચ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ અને વરસાદ થશે તો અનેક જગ્યાએ ખેતી પાકને મોટું નુકસાન થાય તેવી ચિંતા સતાવી રહી છે.

વરસાદી આંકડા

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કમોસમી વરસાદના આંકડાની વાત કરીએ તો, અમીરગઢ 5 MM, કાંકરેજ 21 MM, ડીસા 13 MM, થરાદ 40 MM, દાંતા 22 MM, દાંતીવાડા 4 MM, દિયોદર 16 MM, ધાનેરા 26 MM, પાલનપુર 19 MM, ભાભર 14 MM, લાખણી 20 MM, વડગામ 17 MM, વાવ 4 MM અને સુઇગામમા 12 MM વરસાદ વરસ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...