તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:મગરવાડામાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતાં ધમકી આપતાં ફરિયાદ

છાપી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છાપી પોલીસમાં 2 મહિલા સહિત 3 સામે ફરિયાદ

વડગામ તાલુકાના મગરવાડા ગામે ઉછીના આપેલ રૂપિયાની ઉઘરાણી કરવા બાબતે રૂપિયા આપનારને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપનાર 2 મહિલા સહિત 3 સામે બુધવારે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.મગરવાડા ગામે રહેતા નિવૃત પોલીસ કર્મી ગણેશભાઈ રામાભાઈ ચૌહાણે ગામના ધરમાભાઈ રામાભાઈને તેઓની દીકરીના લગ્નમાં રૂપિયા 25 હજાર ઉછીના આપ્યા હતા.

જેની ઉઘરાણી કરતા ઘરમાભાઈના દીકરાએ મોબાઈલ ઉપર ફોન કરી કહેલ કે મારા પિતા પાસે શાની ઉઘરાણી કરો છો તેથી કહેલ કે મેં તારા પિતાને ઉછીના રૂપિયા આપ્યા હતા. જેથી ઉશ્કેરાઈ કહેલ કે રૂપિયા આજેય નથી અને કાલે નથી અને ફોન ઉપર અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે ઘરે લાકડીઓ સાથે મારવા આવતા ગણેશભાઈએ રવીન્દ્રભાઈ ધરમાભાઈ, ભારતીબેન રવીન્દ્રભાઈ, જયશ્રીબેન ધરમાભાઈ વિરુદ્ધ છાપી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો