ફરિયાદ:બનાસકાંઠામાં 4 પરિણીતાને ત્રાસ આપ્યાની ફરિયાદ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડગામ, દિયોદર, ડીસા અને ભીલડી પોલીસ મથકે 14 વ્યકિતઓ સામે ફરિયાદ

બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ ઉપર શારીરિક માનસિક ત્રાસના બનાવો બની રહ્યા છે. જ્યાં ચાર પરિણીતાઓ ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. જેમણે વડગામ, દિયોદર, ડીસા અને ભીલડી પોલીસ મથકે 14 વ્યકિતઓ સામે ફરિયાદ નો઼ધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

કિસ્સો : 1 ધોરીની મહિલાને પુત્રી જન્મી તો ત્રાસ ગુજાર્યો
વડગામ તાલુકાના ધોરી ગામના સુર્યાબા અજમલસિંહ ડાભીના લગ્ન દેવભૂમીદ્રારકા જિલ્લાના જામ ખંભાળીયા તાલુકાના જીતેન્દ્રસિંહ નવલસિંહ રાઠોડ સાથે છ વર્ષ અગાઉ થયા હતા. જેમને સંતાનમાં બે દીકરીઓ જન્મતાં પતિ જીતેન્દ્રસિંહ તેમજ ગીતાબા નવલસિંહ રાઠોડ, નવલસિંહ મેરૂસિંહ રાઠોડ, વિક્રમસિંહ નવલસિંહ રાઠોડે મેણા ટાંણા મારી મારઝૂડ કરી ત્રાસ ગુજારી દહેજની માંગ માગતાં વડગામ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

કિસ્સો : 2 પાલડીમાં 5 લાખનું દહેજ માંગ્યું
ડીસા તાલુકાના સાંડીયા ગામે રહેતા વિજાબેન અમરતભાઇ રબારીના લગ્ન બાવીસ વર્ષ અગાઉ પાલડી ગામે અમરતભાઇ મલાભાઇ રબારી સાથે થયા હતા. જેમને સંતાનમાં એક દીકરી છે. જેમણે દિયર રમેશભાઇ મલાભાઇ રબારી સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ પરત ખેંચવાની માંગણી સાથે પતિએ ધંધા માટે તેમજ દીકરીના લગ્ન માટે રૂપિયા 5 લાખના દહેજની માંગણી કરી કરંટ આપી મારી નાંખવાની ધમકી આપતાં ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

કિસ્સો : 3 કુવાતામાં અસ્વસ્થ દિકરો જન્મતાં ત્રાસ આપ્યો
દિયોદર તાલુકાના ડુચકવાડાના લીલાબેન મુળજીભાઇ જોષીના લગ્ન કુવાતા ગામે દસ વર્ષ અગાઉ વિષ્ણુંભાઇ ઉર્ફે વિપુલભાઇ ભીખાભાઇ જોષી સાથે થયા હતા. દરમિયાન માનસિક અસ્વસ્થ દિકરો જન્મતાં વિષ્ણુંભાઇ તેમજ ભરતભાઇ ભીખાભાઇ જોષી, પ્રહલાદભાઇ ભીખાભાઇ જોષી, રમીલાબેન ભીખાભાઇ જોષી અને પ્રેમજીભાઇ શંકરભાઇ જોષીએ શારિરીક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરી હતી. આ અંગે તેણીએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

કિસ્સો : 4 ડીસામાં 50 હજારના દહેજની માંગ
જુનાડીસાના વનીતાબેન જયંતિભાઇ લોધાના લગ્ન ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા યોગેશભાઇ મહેશભાઇ લોધા સાથે ત્રણ માસ અગાઉ થયા હતા. જોકે, પતિ યોગેશભાઇ સહિત ગોમાબેન મહેશભાઇ લોધા, ખુશબુબેન મહેશભાઇ લોધા અને મહેશભાઇ સુમેરસિંગ લોધાએ રૂપિયા 50,000ના દહેજની માંગ કરી ગડદાપાટુનો મારમારી શારિરીક - માનસિક ત્રાસ ગુજાર્યો હતો. ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...